જામકંડોરણાના મોટી દુધીવદર ફોફળ-1 સિંચાઈ યોજનામાં પૂરતો પાણીનો જથ્થો

ડેમમાં પાણી થઈ રહ્યું હોવાથી અફવા પ્રસરતા અધિકારીઓનો ખુલાસો જામકંડોરણા ના ફોફળ -1 સિંચાઈ યોજના માથી ધોરાજી સીટી અને જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં પાણી પૂરું પાડવાના…

ડેમમાં પાણી થઈ રહ્યું હોવાથી અફવા પ્રસરતા અધિકારીઓનો ખુલાસો

જામકંડોરણા ના ફોફળ -1 સિંચાઈ યોજના માથી ધોરાજી સીટી અને જામકંડોરણા તાલુકાના ગામડાઓમાં પાણી પૂરું પાડવાના અલગ અલગ બે પંપ હાઉસ આવેલા છે જ્યાંથી અલગ અલગ લાઈન મારફત પાણીનો સ્ટોક ગામડાંઓ અને ધોરાજી સીટી સુધી પહોંચાડવામાં આવે છે ફોફર ડેમમાં કુલ 938.10 એમ. સી.એફ. ટી જથ્થો છે અને હાલમાં ડેમનું લેવલ 16.90 ફૂટ છે જેથી ખેતીવાડીના પિયત અને પીવાના પાણીનો પૂરતો જથ્થો ચોમાસા સુધીનો હોવા નો ડેમના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું ગામડાઓમાં પાણીની તંગી અને ધોરાજી સિટીમાં અમુક એરિયાઓમાં ઝાઝા દિવસોથી પાણી નળમાં નથી આપવામાં આવતું તેવા સમાચારો થી ફોફર ડેમમાં પાણી થઈ રહ્યું હોવાની અફવા પ્રસરતા આજે ટેલીફોનિક અધિકારી સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતું કે નર્મદા માંથી પાણી લાવવા ડેમમાં કોઈપણ પ્રોસેસ હાલ કરેલ નથી હાલ જે પાણી નર્મદા માંથી આવી રહ્યું છે તે ડેમની ઉપરના ભાગમાં આવેલા ચેક ડેમો ભરવા માટે આવી રહ્યું છે.

અને એનું કાર્યક્ષેત્ર રાજકોટ છે જે ડેમની સિંચાઈ યોજના સાથે કોઈપણ લેવાદેવા નથી જેથી કરીને હાલ નર્મદા અને ફોફળ સિંચાઈ યોજના બાબતે કોઈ અસમંજસમાં હોય તો એ બાબતે ચોખવટ પૂર્ણ અધિકારીએ કરી હતી જેથી આવનારા સ્વરાજ્ય સ્થાનિક તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માં અફવાઓ થી દૂર રહીને જે તે ગ્રામ્ય વિસ્તાર અને સિટીમાં પાણી મળી રહે એ માટે નગરપાલિકા અને ગ્રામ પંચાયત વ્યવસ્થા કરતી હોય છે ફોફર એક સિંચાઈ યોજનામાં પૂરતો સ્ટોક છે તેવું જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *