પાંચ વર્ષીય બાળકીના પેટમાં ગાંઠરૂપે એકત્રિત થયેલ વાળની સફળ સર્જરી

બાળ સર્જરી ક્ષેત્રમાં એક અત્યંત દુર્લભ અને નોંધપાત્ર કેસમાં, લગભગ 5-6 મહિના સુધી નિદાન વિના પીડાતી પ વર્ષીય બાળકીમાં રેપન્ઝેલ સિન્ડ્રોમનું સફળ સારવાર આરવ પીડિયાટ્રિક…

બાળ સર્જરી ક્ષેત્રમાં એક અત્યંત દુર્લભ અને નોંધપાત્ર કેસમાં, લગભગ 5-6 મહિના સુધી નિદાન વિના પીડાતી પ વર્ષીય બાળકીમાં રેપન્ઝેલ સિન્ડ્રોમનું સફળ સારવાર આરવ પીડિયાટ્રિક સર્જિકલ હોસ્પિટલ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું. આ રોગ આટલી નાની ઉંમરે જોવા મળવો અત્યંત દુર્લભ છે અને સામાન્ય રીતે 18-20 વર્ષની કિશોર્રીઓમાં જોવા મળે છે.રેપન્ઝેલ સિન્ડ્રોમ એક દુર્લભ તબીબી સ્થિતિ છે જેમાં ગળેલું વાળ (ટ્રાઇકોબેઝોઅર) પેટમાં એક મોટો ગાંઠરૂૂપે એકત્રિત થઈ જાય છે અને તે નાની આંતરડી સુધી વિસ્તરે છે.

આ સ્થિતિ સામાન્ય રીતે ટ્રાઇકોટિલોમેનિયા (વાળ ખેંચવાની આદત) અને ટ્રાઇકોફેજિયા (વાળ ખાવાની આદત) સાથે સંકળાયેલી હોય છે.બાળકી છેલ્લા ઘણા મહિનાઓથી પેટમાં દુખાવો અને ભાર લાગવો, ભોજન બાદ વારંવાર ઊલ્ટી થવી, ભૂખ ન લાગવી, ધીમે ધીમે વજન ઘટવું તેમજ એનિમિયા જેવી તકલીફોથી પીડાઈ રહી હતી. લક્ષણો સતત હોવા છતાં આ રોગનો સમયસર નિદાન થઈ શક્યો ન હતો. બાદમાં વિગતવાર ક્લિનિકલ તપાસ અને ઈમેજિંગ તપાસ દ્વારા પેટમાં અને આંતરડી સુધી ફેલાયેલો મોટો ટ્રાઇકોબેઝોઅર હોવાનું નિદાન થયું.

પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક સર્જરી કરવાની યોજના બનાવવામાં આવી. ડો. તત્સકુમાર જોષી (ખઈવ- પીડિયાટ્રિક સર્જરી) દ્વારા સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી, જેમાં પેટ અને નાની આંતરડીમાંથી સમગ્ર વાળનો ગાંઠ સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યો હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *