ઘરમાં માતા-પિતા સહકાર ન આપતા યુવતી આપઘાત કરવા પહોંચી, ‘અભયમ’ની ટીમે બચાવી

પ્રવર્તમાન સમયમાં નાની-નાની સમસ્યાના કારણે યુવાધન જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જીવન અમૂલ્ય છે, એ સમજ કેળવવી જરૂૂરી છે. જરૂૂર પડ્યે 181…

પ્રવર્તમાન સમયમાં નાની-નાની સમસ્યાના કારણે યુવાધન જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જીવન અમૂલ્ય છે, એ સમજ કેળવવી જરૂૂરી છે. જરૂૂર પડ્યે 181 અભયમ્ મહિલા હેલ્પલાઈન આ પ્રકારના કિસ્સામાં મદદરૂૂપ બની રહી છે. જેનો એક કિસ્સો હાલમાં જોવા મળ્યો છે.

તાજેતરમાં અભયમ્ હેલ્પલાઈન પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો કે એક અજાણી યુવતી પુલ પરથી આત્મહત્યા કરવા જાય છે. કોલ આવતાની સાથે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત અભયમ્ વાનના કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી, મહિલા કોન્સ્ટેબલ ઋત્વિકાબેન રાઠોડ, પાયલોટ વિશ્વાસભાઈ સહિતની ટીમ ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળ પર પહોંચી ગયેલી.

આ દરમિયાન જાગૃત નાગરિકે યુવતીને પુલ પરથી નીચે સલામત ઉતારી લીધી હતી. અભયમ્ ટીમ યુવતીને મળતા, તે હવે મારે જીવવું નથી. મને મરવા દયોનું રટણ કરતી હતી. ટીમે યુવતીને સાંત્વના આપીને તેની આપવીતી સાંભળી હતી. યુવતીએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તબિયત સારી રહેતી નથી. ઘરમાંથી ભાઈ કે મમ્મી-પપ્પા સહકાર આપતા નથી. ઘરની બહાર નીકળવા નથી દેતા અને માત્ર ભાઈઓને જ સારી રીતે રાખે. હું તેમના માટે કંઈ છું જ નહીં. પરિવાર માટે મારે શું કામ જીવવું જોઈએ.

ત્યારબાદ ટીમ દ્વારા યુવતીના પપ્પાનો ટેલિફોનીક સંપર્ક કરી તેમને ઘટના સ્થળ પર બોલાવ્યા હતા. ટીમ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરતા યુવતીના પિતાએ કહ્યું હતું કે, હું બાપ તરીકે એવો અન્યાય કરતો નથી. બાળકો મને સમસ્યા જણાવે તો કોઈ રસ્તો નીકળે. લાંબી સમજાવટ બાદ યુવતી તેમજ તેમના પપ્પા અને ભાઈને સમજાવીને ઘરે જવા તૈયાર કરવામાં આવ્યાં. યુવતીને તેમના પરિવારજનોને સોંપી, જરૂૂર પડ્યે મદદરૂૂપ બનવા પણ અભયમ્ ટીમ દ્વારા દિલાસો આપવામાં આવ્યો હતો. યુવતીનું માનસ પરિવર્તન કરાવવા બદલ પરિવાર દ્વારા અભયમ્ ટીમ તેમજ બચાવનારા જાગૃત નાગરિકનો આભાર માનવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *