ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ફરી દીપડો ઝળકયો, ગાયનું મારણ કર્યુ

માલધારીઓ-ખેડૂતોમાં ફફડાટ, ફોરેસ્ટ વિભાગ તાકીદે પકડે તેવી માગણી રાજકોટની ભાગોળે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બામણબોર પંથકમાં ફરી દીપડાએ દેખા દીધી છે અને બામણબોરની સીમમાં એક ગાયનુ…

માલધારીઓ-ખેડૂતોમાં ફફડાટ, ફોરેસ્ટ વિભાગ તાકીદે પકડે તેવી માગણી

રાજકોટની ભાગોળે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બામણબોર પંથકમાં ફરી દીપડાએ દેખા દીધી છે અને બામણબોરની સીમમાં એક ગાયનુ મારણ કરતા ખેડૂતો-માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે.બામણબોર વિસ્તારમાં ઉપરી વિસ્તારમાં હકાભાઇ ભરવાડની વાડીમાં એક મહિના પહેલા એક ગાયનું મારણ કરેલ ત્યારે પણ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.

ત્યાર પછી ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટમાં દિવાલની બાજુમાં દીપડો એરપોર્ટની અંદર એક મહિના પહેલા જોવા મળ્યો હતો ત્યારે આજે હીરાસર એરપોર્ટની બાજુમાં આવેલી વાડી વિસ્તારમાં વિપુલભાઈ દેવજીભાઈ વાડીએ દીપડાએ એક ગાય ઉપર હુમલો કરી ગંભીર રીતે ગાય ઘાયલ કરેલ. રાત્રે ગાયનું મોત થતા ફોરેસ્ટ વિભાગને અધિકારીને જાણ કરી છે.

ત્યારે ખુખાર દીપડો ફરજ વિભાગ અધિકારી તાત્કાલિક પિંજરા મૂકીને આ દીપડાને પકડવામાં આવે એવી સમસ્ત બામણબોર ગામના તમામ માલધારી સમાજ અને ખેડૂતોએ ફોરસ વિભાગને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી.

કોઈ મોટો બનાવ બની જાય તે પહેલા તાત્કાલિક ધોરણે દીપડાને પાંજરા મૂકીને પકડવામાં આવે એવી માલધારી સમાજ અને ખેડૂતોની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *