જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. 12ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ તેની સ્થિતી સુધારા તરફ હોવાનું જણાઈ રહ્યું છે.
શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંષ સેમ 4 મા અભ્યાસ કરતો લાલપુર પંથકનો રાહુલ નામનો વિધાર્થી ગત તા. 12 ની રાત્રે પોતાના રૂૂમ નંબર 204 પાસેથી પસાર થતો હતો. આ વેળાએ એકાએક પગ લપસી જતા તે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો.
તેને ગંભીર ઇજા પહોંચતા હોસ્ટેલના વિધાર્થીઓને જાણ થઈ હતી. આથી 108 ને જાણ કરતા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ઈજાચસ્ત વિદ્યાર્થીને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આઈસીયુમાં ખસેડાયો હતો. બીજી બાજુ આ મામલે વિધાર્થીના વાલીઓને પણ હોસ્પિટલ બોલાવી લેવાયા હતા. હાલ તેની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
