જામનગરની આઇડીબીઆઇ બેન્ક માં એક ગ્રાહકને બેંકના અધિકારી અને સ્ટાફ દ્વારા ન્યાય મળતો ન હોવાથી નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને પોતાના ઘેરથી ચાદર ઓશીકું વગેરે લાવીને જ્યાં સુધી પોતાનું કામ ન થાય ત્યાં સુધી બેંકના સોફા પર જ લંબાવી દીધું હતું, જેને લઈને બેન્ક ના સ્ટાફ માં ભારે દોડધામ મચી ગઇ હતી.
જામનગરની આઇ.ડી.બી. આઇ. બેન્કમાંથી જામનગરના જેશાભાઇ નામના નાગરિકે હોમલોન લીધી હતી. બેન્કમાંથી હોમલોન લીધા બાદ આ લોન તેઓ અન્ય બેન્કમાં ટ્રાન્સફર કરવા માંગતા હોય આ અંગે તેમણે બેન્ક પાસેથી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પરંતુ આઇ.ડી.બી.આઇ. બેન્ક દ્વારા ડોક્યુમેન્ટ પરત આપવામાં નહીં આવતાં જેશાભાઇએ પરેશાનીનો સામનો કરી રહ્યાં હતા. અનેક વખત ધક્કાઓ ખાધા પછી પણ જેશાભાઇને સંતોષકારક જવાબ નહીં મળતાં તેઓની પરેશાની વધતાં તેઓએ અનોખો વિરોધ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. દરમિયાન તેઓ ઓશિકું અને ચાદર લઇને આઇ.ડી.બી.આઇ. બેન્કના સોફા પર સૂઇ ગયા હતા. જ્યાં સુધી જરૂૂરી ડોક્યુમેન્ટ બેન્ક દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી બેન્કમાં સોફા પરજ સુઈ રહીને વિરોધ કરવાનું જણાવતાં બેન્કના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી.
