જાગનાથ પ્લોટમાંથી વિદ્યાર્થિની ભેદી રીતે લાપતા : પોલીસ દ્વારા તપાસ

શહેરના જાગનાથ પ્લોટમાં માતા સાથે રહેતી એક વિદ્યાર્થીની આજે સવારે કોમ્પ્યુટર ક્લાસીસમાં ગયા બાદ ભેદી રીતે લાપતા બનતા આ મામલે ગુમ થયેલી વિદ્યાર્થીનીની માતાએ પોલીસની…


શહેરના જાગનાથ પ્લોટમાં માતા સાથે રહેતી એક વિદ્યાર્થીની આજે સવારે કોમ્પ્યુટર ક્લાસીસમાં ગયા બાદ ભેદી રીતે લાપતા બનતા આ મામલે ગુમ થયેલી વિદ્યાર્થીનીની માતાએ પોલીસની મદદ માંગી હતી.


પ્રનગર પોલીસ મથકે ગુમ થયેલી છાત્રાની માતા દોડી આવી હતી. આ અંગે પ્રનગર પોલીસે ગુમસુદા થયેલી છાત્રાને શોધવા જિલ્લાભરમાં નાકાબંધી કરાવી સોશિયલ મીડિયાના માધ્યમથી આ છાત્રાની ભાડ મેળવવા તપાસ શરૂ કરી છે.


મળતી વિગતો મુજબ જાગનાથ પ્લોટના એક વિસ્તારમાં રહેતી કોમ્પ્યુટર ક્લાસીસમાં જતી 15 વર્ષની સગીરા આજે સવારે કોઈકારણસર ઘરેથી કોમ્પ્યુટર ક્લાસીસમાં જવા નિકળ્યા બાદ બપોર સુધી પરત આવી ન હતીં. તેની માતાએ આસપાસ શોધખોળ કરતા અને કોમ્પ્યુટર ક્લાસીસમાં તપાસક રતા આ સગીરાનો કોઈ પતો મળ્યો ન હતોં.


ધાંગધ્રાના યુવાન સાથે લગ્ન કર્યા બાદ હાલ રિસામણે બેઠેલી આ પરણીતાની સગીરવયની પુત્રી ગુમથવા અંગે અંતે આ વિસ્તારના અગ્રણીઓની મદદથી સગીરાની માતા પ્રનગર પોલીસ મથકે દોડી આવી હતી.


પ્રાથમિક માહિતીમાં સગીરાની માતાએ પુત્રી ધાંગધ્રા ખાતે રહેતા તેના પિતાના ઘરે ચાલી ગઈ હોવાનું જણાવ્યું હતું.


પોલીસે સગીરાના પિતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તેનો મોબાઈલ બંધ હોય પોલીસ અને ગુમ થયેલ છાત્રાની માતા ચિંતિત બની હતી અંતે પોલીસે આ મામલે જિલ્લાભરમાં નાકાબંધી કરાવી સોશિયલ મીડિયાના મારફતે ગુમ થયેલ વિદ્યાર્થીનીને શોધવા ચક્રોગતિમાન કર્યાછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *