લોક અદાલતમાં જુદા-જુદા 30 અકસ્માત કેસમાં 2.50 કરોડનું વળતર મંજૂર

મૃતકોના વારસદારો અને ઇજાગ્રસ્તોને માત્ર છ માસના ટૂંકા ગાળામાં મળ્યો ન્યાય રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં વાહન અકસ્માતના અલગ અલગ 30 જેટલા કેસોમાં માત્ર છ માસમાં…

મૃતકોના વારસદારો અને ઇજાગ્રસ્તોને માત્ર છ માસના ટૂંકા ગાળામાં મળ્યો ન્યાય

રાજકોટમાં યોજાયેલી લોક અદાલતમાં વાહન અકસ્માતના અલગ અલગ 30 જેટલા કેસોમાં માત્ર છ માસમાં રૂૂ.2.50 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે.


રાજકોટમાં તાજેતર યોજાયેલી લોક અદાલતમાં અનેક કેસમાં સમાધાન થકી નિરાકરણ કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના જાણીતા વકીલ એમ.એ.સુરૈયા તથા તેમની સાથે જોડાયેલ વકીલ મહેશ એમ.સિંધવ, સાકેતભાઈ મોરડીયા, વકીલ સરફ્રાઝ એમ. સુરૈયાએ અકસ્માતના જુદા જુદા 30 કેસમાં મોતને ભેટેલા 12 મૃતકોના વારસદારો તેમજ 18 જેટલા ઇજા પામનારને ઝડપી વળતર તેમજ ન્યાય મળે તે માટે મેગા લોકદાલતમાં માત્ર છ માસનાં ટૂંકા સમયગાળામાં કેસ પૂર્ણ કરી અરજદારોને વળતર અપાવેલ છે. જેના વળતરની રકમ નામદાર ટ્રિબુનલ રાજકોટમાં લોક અદાલતમાં છ માસના ટુકાગાળામાં મંજૂર થઈ હતી. જે મંજુર થયેલી તમામ રકમ વીમા કંપની તરફથી અરજદારોને ચૂકવવામાં આવસે.ઉપરોક્ત વળતરના ક્લેઇમ કેસમાં અરજદારો વતી રાજકોટના જાણીતા વકીલ એમ.એ.સુરૈયા, મહેશભાઈ એમ.સિંધવ, સાકેતભાઈ મોરડીયા અને સરફરાઝ એમ.સુરૈયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *