મકાન માલિકના પુત્રએ દસ્તાવેજમાં સહી કરવા બે લાખ માગી ધમકી આપતા કેટરર્સના ધંધાર્થીએ ફિનાઇલ પીધું

શહેરના કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે મકાનના દસ્તાવેજમાં સહી કરવા બાબતે મૂળ માલિકના પુત્રએ 2 લાખ રૂૂપિયાની માંગણી કરી ધમકી આપતા, મકાન ખરીદનાર કેટરેસ સંચાલક પ્રોઢે…

શહેરના કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે મકાનના દસ્તાવેજમાં સહી કરવા બાબતે મૂળ માલિકના પુત્રએ 2 લાખ રૂૂપિયાની માંગણી કરી ધમકી આપતા, મકાન ખરીદનાર કેટરેસ સંચાલક પ્રોઢે મનદુ:ખમાં આવી ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. પ્રોઢને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના શ્રદ્ધા પાર્ક, આહીર ચોક વિસ્તારમાં રહેતા અને કેટરેસનો ધંધો કરતા અલ્પેશભાઈ અરવિંદભાઈ લીંબાસીયા (ઉં.વ. 36)એ ત્રણ વર્ષ પહેલાં રમેશભાઈ નામના વ્યક્તિ પાસેથી એક મકાન ખરીદ્યું હતું. આ મકાન પેટે અલ્પેશભાઈએ રૂૂા. 16 લાખ રોકડા ચૂકવીને લખાણ કરાવી લીધું હતું.

જો કે, અલ્પેશભાઈના નામે બેંકમાંથી લોન થઈ શકે તેમ ન હોવાથી, મકાન પરની લોન મૂળ માલિક રમેશભાઈના નામે જ ચાલુ રાખવામાં આવી હતી. આ લોનના દર મહિને રૂૂા. 50,000ના હપ્તા અલ્પેશભાઈ પોતે નિયમિત ભરતા હતા. તેઓ અત્યાર સુધીમાં મકાન પેટે કુલ રૂૂા. 35 લાખ જેટલી માતબર રકમ ચૂકવી ચૂક્યા છે. દરમિયાન થોડા સમય પહેલાં મૂળ માલિક રમેશભાઈનું અવસાન થઈ ગયું હતું અને મકાન સરકારી રેકોર્ડ પર તેમના દીકરાના નામે ચડી ગયું હતું. હાલના સમયમાં અલ્પેશભાઈનો કેટરેસનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી અને આર્થિક સંકડામણ અનુભવાતા, તેમણે આ મકાન વેચી નાખવાનું નક્કી કર્યું હતું. મકાન વેચવા માટે દસ્તાવેજમાં રમેશભાઈના દીકરાની સહી હોવી અનિવાર્ય હતી.

ગઈકાલે મકાનના દસ્તાવેજની તારીખ ફિક્સ હોવાથી અલ્પેશભાઈ સહી કરાવવા માટે રમેશભાઈના દીકરા પાસે ગયા હતા. પરંતુ રમેશભાઈના દીકરાએ દાનત બગાડી હતી અને સહી કરવાના બદલામાં પોતાની મોજશોખ અને વાપરવા માટે રૂૂા. 2 લાખની માંગણી કરી હતી. તેણે અલ્પેશભાઈને સ્પષ્ટ ધમકી આપી હતી કે, જો 2 લાખ રૂૂપિયા નહીં આપો, તો હું દસ્તાવેજમાં સહી નહીં કરી આપું. ધંધો મંદ હોવા છતાં રૂૂા. 35 લાખ ભરી દીધા બાદ પણ મકાન પોતાના નામે ન થતાં અને સામેવાળા શખ્સે સહી ન કરી આપી ધમકી આપતા અલ્પેશભાઈ માનસિક તણાવમાં આવી આ પગલું ભર્યું હતું. પોલીસે આ મામલે હોસ્પિટલ પહોંચી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *