વોર્ડ નં.13માં ગેસની લાઈન તૂટતાં આઠ સોસાયટીમાં ચુલા સળગ્યા નહીં

બપોરની રસોઈના સમયે જ ગેસ પુરવઠો ઠપ થઈ જતાં દેકારો રાજકોટમાં એલ.પી.જી.ના સિલિન્ડરની તંગી વચ્ચે આજે બપોરે રસોઈ કરવાના સમયે જ વોર્ડ નં.13માં જીપીએસસીની ગેસની…

બપોરની રસોઈના સમયે જ ગેસ પુરવઠો ઠપ થઈ જતાં દેકારો

રાજકોટમાં એલ.પી.જી.ના સિલિન્ડરની તંગી વચ્ચે આજે બપોરે રસોઈ કરવાના સમયે જ વોર્ડ નં.13માં જીપીએસસીની ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ પડતા આ વિસ્તારમાં અનેક ઘરોમાં ચુલા સળગ્યા ન હતાં. પરિણામે લોકોમાં દેકારો મચીજવા પામ્યો હતો.

જાણવા મળ્યા મુજબ ગઈકાલના વરસાદ બાદ આજે વોર્ડ નં.13માં વોર્ડ ઓફિસની સામે જ અચાનક પ્રેસની લાઈન લિકેજ થતાં આ વિસ્તારની આઠ સોસાયટીમાં ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેના કારણે અનેક ઘરોમાં ગેસના ચુલા સળગ્યા ન હતાં.

ગઈકાલે વાવાઝોડા દરમિયાન વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસ સામે વૃક્ષ અને વીજપોલ તુટી પડતાં જમીનમાં દાટેલી ગેસની પાઈપ લાઈન તુટી ગઈ હતી અને ગેસ લીકેજ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *