અમરેલી નગરપાલિકાના વાહનો પર પથ્થરમારો, ચાલકને છરી બતાવી ધમકી આપી

અમરેલીમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂૂકાવટ…

અમરેલીમાં નગરપાલિકાના ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ચંદુ ગાગડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

ફરિયાદ મુજબ, આરોપી ચંદુભાઈ ગાગડિયાએ નગરપાલિકાના કચરા કલેક્શન વાહનો GJ-14-GA-1385 અને GJ-14-GA-1269 પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વાહનોના આગળના કાચ તૂટી ગયા હતા. આ ઉપરાંત, આરોપીએ વાહનના ડ્રાઈવર સહિત કર્મચારીઓનો છરી લઈને પીછો કર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે પોલીસને જણાવ્યું કે, આ ઘટના પહેલા પણ આરોપી દ્વારા ખોટી છેડતીનો કેસ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ડમ્પ સાઇટ પર બની હતી, જ્યાં શહેરભરનો કચરો ઠાલવવામાં આવે છે. પોલીસે ઇન્સ્પેક્ટર ઠાકરની ફરિયાદના આધારે આરોપી ચંદુભાઈ ગાગડિયા સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *