વર્લ્ડ કપમાં સ્થાન ન મળતાં હવે સ્ટીવ સ્મિથ પાકિસ્તાન લીગ રમશે

હરાજી પહેલાં જ ફ્રેન્ચાઈઝીએ સાઈન કર્યો ઑસ્ટ્રેલિયાનો પીઢ બેટ્સમેન સ્ટીવ સ્મિથ બહુ સારા ફોર્મમાં છે એમ છતાં તેને ટી-20 વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં ન…

હરાજી પહેલાં જ ફ્રેન્ચાઈઝીએ સાઈન કર્યો

ઑસ્ટ્રેલિયાનો પીઢ બેટ્સમેન સ્ટીવ સ્મિથ બહુ સારા ફોર્મમાં છે એમ છતાં તેને ટી-20 વર્લ્ડ કપ માટેની ઑસ્ટ્રેલિયન ટીમમાં ન સમાવવામાં આવ્યો એટલે તેણે પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું નક્કી કરી લીધું છે અને તેને આ લીગમાં સિયાલકોટ સ્ટેલિયોન્ઝ નામની ટીમમાં સીધી એન્ટ્રી મળી ગઈ છે. નવાઈની વાત એ છે કે ખુદ પાકિસ્તાન હાલમાં વર્લ્ડ કપમાં ભાગ લેવા સંબંધમાં વિવાદમાં ફસાયું છે.

પીએસએલના ઇતિહાસમાં 11મી ફેબ્રુઆરીએ (બુધવારે) પહેલી જ વખત ખેલાડીઓની હરાજી થવાની છે, પરંતુ સ્ટીવ સ્મિથને સિયાલકોટના ફ્રેન્ચાઇઝીએ તેને સાઇન કરી લીધો છે. દરેક ફ્રેન્ચાઇઝીને હરાજી પહેલાં એક ખેલાડી સાઇન કરવાની છૂટ છે. સ્ટીવ સ્મિથે તાજેતરની બિગ બેશ લીગ (બીબીએલ)માં છ ઇનિંગ્સમાં 299 રન કર્યા હતા. 36 વર્ષના સ્મિથે ટી-20 આંતરરાષ્ટ્રીય સહિત સમગ્ર ટી-20 ફોર્મેટમાં કુલ 242 ઇનિંગ્સમાં પાંચ સેન્ચુરી અને 30 હાફ સેન્ચુરીની મદદથી કુલ 6,242 રન કર્યા છે અને 131.38 તેનો સ્ટ્રાઇક-રેટ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *