ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગઇકાલે મેન્સ ટી-20 વર્લ્ડ કપ પહેલાંની વોર્મ-અપ મેચમાં 2024ના વિશ્વ કપના રનર-અપ સાઉથ આફ્રિકા એ એ જ વર્ષના ચેમ્પિયન ભારતના બેટ્સમેનોની ધમાકેદાર બેટિંગની ઝલક જોઈ લીધી હતી.
બે દિવસ પહેલાં અમેરિકાને પ્રથમ વોર્મ-અપ મેચમાં 38 રનથી હરાવનાર ભારતે બુધવારની પ્રેક્ટિસ-મેચમાં 20 ઓવરમાં પાંચ વિકેટે 240 રન કર્યા હતા. આ પ્રેક્ટિસ-મેચ હોવાથી બન્ને ટીમે પોતાના કુલ 15-15 ખેલાડીને રમાડ્યા હતા જેમાં 11-11 ખેલાડીએ બેટિંગ અને 11-11 ખેલાડીએ ફીલ્ડિંગ કરી હતી.
ખાસ કરીને ઇશાન કિશન (53 રન, 20 બોલ, સાત સિક્સર, બે ફોર), તિલક વર્મા (45 રન, 19 બોલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર), સૂર્યકુમાર (30 રન, 16 બોલ, બે સિક્સર, બે ફોર), અક્ષર (35 અણનમ, 23 બોલ, બે સિક્સર, બે ફોર) અને હાર્દિક (30 રન, 10 બોલ, ત્રણ સિક્સર, બે ફોર)ના સૌથી ધમાકેદાર અને મોટા યોગદાન હતા. ઇશાન રિટાયર-આઉટ થયો હતો, પરંતુ 24 રન કરનાર અભિષેક રિટાયર-હર્ટ થયો હતો.
સાઉથ આફ્રિકાના આઠ બોલરમાંથી યેનસેન, મફાકા, બોશ્ચ અને નોર્કિયાને એક-એક વિકેટ મળી હતી. ભારતના દાવ પછી સાઉથ આફ્રિકા માટે જીતવું કઠિન થઈ ગયું હતું. સાઉથ આફ્રિકા ની ટીમ વિશ્વમાં સાત વિકેટના ભોગે 210 રન કર્યા હતા. સાઉથ આફ્રિકા વતી સ્ટેબ્સ ના 45 રન અને માર્ક્રરામ ન 38 રન મુખ્ય હતા. પરંતુ બીજા બેટ્સમેન ટકી ન શકતા ભારતનો 30 રને વિજય થયો હતો.
