ધો. 12ની છાત્રા પર ઈન્સ્ટાગ્રામ મિત્રનું દુષ્કર્મ

પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ…

પાટડીમાં રહેતી 16 વર્ષ, 9 માસ અને 14 દિવસની સગીરાને તેની માતા ફોનમાં વાત કરવા બાબતે ઠપકો આપતી હતી. આથી, ગત 5 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજના સમયે સગીરા ઘરેથી નીકળી ગઈ હતી.
ઘરેથી નીકળ્યા બાદ સગીરા ખાનગી વાહનો દ્વારા પાટડીથી માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા થઈ ધોળકા પહોંચી હતી. ત્યાં તેણે કોઈ વ્યક્તિના ફોનમાંથી ઇન્સ્ટાગ્રામ પર દોઢ વર્ષથી મિત્ર બનેલા ધોળકા તાલુકાના વિરપુર ગામના ચેતન ઠાકોરનો સંપર્ક કર્યો હતો.

અડધા કલાક બાદ ચેતન ઠાકોર તેના મિત્ર જયપાલ સાથે કાર લઈને સગીરાને મળવા આવ્યો હતો. સગીરાએ ઘરેથી ચાલી નીકળી હોવાનું જણાવતા, બંને યુવકો તેને સમજાવીને પરત વિરમગામ મૂકવા માટે કારમાં નીકળ્યા હતા. સાણંદ-વિરમગામ હાઈવે પર કાર ઊભી રાખીને જયપાલ કારમાંથી નીચે ઉતરી ગયો હતો. આ દરમિયાન ચેતન ઠાકોરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બંને યુવકો સગીરાને વિરમગામની પોપટ ચોકડી પાસે ઉતારીને જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *