મનહરપુરમાં ચામુંડા માતાજીના મઢમાંથી સોનાનો મુગટ અને ચાંદીના ફરાની ચોરી

જામનગર રોડ પર મનહરપુર ગામે રહેતા વિજયભાઈ દિનેશભાઇ બાણોધરા (કોળી) (ઉ.વ.32) એ તેમના ઘર પાસે ચામુંડા માતાજીનો મઢ (મંદીર) આવેલ હોય તેમાં સોનાનો મુગટ અને…

જામનગર રોડ પર મનહરપુર ગામે રહેતા વિજયભાઈ દિનેશભાઇ બાણોધરા (કોળી) (ઉ.વ.32) એ તેમના ઘર પાસે ચામુંડા માતાજીનો મઢ (મંદીર) આવેલ હોય તેમાં સોનાનો મુગટ અને ચાંદીના ફરા સહિત રૂૂ.1.16 લાખની ચોરી થયાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા.08/02ના રોજ સવારના સાતેક વાગ્યા આસપાસ મે અમારા મઢ (મંદીર) ની પુજા કરેલ અને ત્યારે અમારા મઢમાં માતાજીને સોનાનો મુંગટ જેના અંદાજીત ચારેક ગ્રામનો હોય તથા ચાંદીના ફરા ચાર જેમાં માતાજીના નામ હોય અલગ અલગ તે અંદાજે 200 ગ્રામ વજનના હોય જે હતા અને તેજ દિવસે સાંજના સાડા સાતેક વાગ્યા આ સપાસ મારા દિકરા આશિષભાઈ એ પુજા કરેલ હોય બાદ તેને મંદીરને તાળુ મારી દિધેલ હોય બાદ બીજા દિવસે એટલે તા.09/02ના રોજ સવારના સવા છ એક વાગ્યા આસપાસ મે મંદીર ખોલી અને પુજા કરવા આવેલ ત્યારે મારા કુટુંબી ભાભી અશ્વીનભાઇના પત્ની હિનાબેન ત્યા હાજર હોય અને મે મંદરીમાં જોયેલ તો અમારા માતાજીનો સોનાનો મુંગટ તથા ચાંદીના ચાર ફરા જોવામાં આવેલ નહી જેથી મે મારા પરીવારને જગાડી અને કહેલ કે, માતાજીના મંદીરનો સોનાનો મુંગટ તથા ચાંદીના ફરા જોવામાં આવતા નથી જેથી અમે બધા તેની શોધખોળ કરવા લાગતા હતા.

પરંતુ અમને મળેલ નહી જેથી અમારા શેરીના તમામ માણસોને પણ આ બાબતે જાણ કરેલ તેઓ પણ ત્યા મંદીરે ભેગા થઇ ગયેલ હોય અને અમે બધાએ મંદીરમાં જોતા તે જોવામાં આવેલ નથી અને આ અમારા માતાજીનો સોનાનો મુંગટ તથા ચાંદી ના ચાર ફરા બધે અમારી રીતે તપાસ કરેલ હતી પરંતુ તે ક્યાંય મળી આવેલ ન હોય જેથી આ અંગે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરતા હેડકોન્સ્ટેબલ ફિરોઝભાઈએ વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *