કોંગ્રેસ તૂટવા પાછળ પ્રદેશ નેતાઓ જવાબદાર: પ્રવકતાનો લેટરબોંબ

20 વર્ષમાં 46 ધારાસભ્યો-સાંસદો સહિત 75 નેતાઓ પાર્ટી છોડી ગયા, બધાએ કોંગ્રેસની વિચારધારા અને પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું: મનહર પટેલ ગુજરાતમા એક પછી એક ચૂંટણી…

20 વર્ષમાં 46 ધારાસભ્યો-સાંસદો સહિત 75 નેતાઓ પાર્ટી છોડી ગયા, બધાએ કોંગ્રેસની વિચારધારા અને પ્રદેશ નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું: મનહર પટેલ

ગુજરાતમા એક પછી એક ચૂંટણી હારી રહેલી કોંગ્રેસ અત્યારે સૌથી ખરાબ તબકકામાથી પસાર થઇ રહી છે કોંગ્રેસના અનેક નેતાઓ પણ પાર્ટી છોડીને ભાજપમા જોડાઇ ગયા છે ત્યારે હવે કોેંગ્રેસના નેતૃત્વ સામે પાર્ટીમાથી જ સવાલો ઉભા થવા લાગ્યા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલે કેન્દ્રીય નેતાગીરીને ખુલ્લો પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે.
છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ અગ્રણી કોંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર કોંગ્રેસના નેતા મનહર પટેલે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતૃત્વથી અસંતુષ્ટ થઈ પાર્ટી છોડી હોય તેવા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સામે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. મનહર પટેલે પોતાના આ પત્રમાં કોંગ્રેસ પાર્ટી છોડનારા નેતાઓની યાદી પણ જાહેર કરી છે. મનહર પટેલના કેંદ્રીય નેતૃત્વને લખવામાં આવેલા આ પત્રને લઈ ખળભળાટ મચી ગયો છે.

મનહર પટેલે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધી લખ્યુ છે કે , પાર્ટી છોડનારાઓએ કોંગ્રેસની વિચારધારા અને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે. કોંગ્રેસના નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત કહેવાય. કોંગ્રેસના નેતા મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વને આ મામલે ઉચ્ચ તપાસ કરવા પત્ર લખ્યો છે. જવાબદાર કોંગ્રેસના નેતાઓ સામે પગલા લેવા મનહર પટેલે માંગ કરી છે. 2012 થી 2023 મા ગુજરાત કોંગ્રેસના કુલ 46 ધારાસભ્ય/સાંસદોએ કોંગ્રેસ પક્ષ છોડ્યો હોવાની વાત મનહર પટેલે કરી છે. આ સાથે જ કોંગ્રેસ પક્ષ છોડાનારા ધારસભ્ય, સાંસદ અને નેતાઓની યાદી પણ તેમણે જાહેર કરી છે.

પત્રમા મનહર પટેલે છેલ્લા 20 વર્ષમાં ગુજરાતના 75 થી વધુ અગ્રણી કોંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી હોવાનું કહ્યું છે. અને કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા જણાવેલ છે કે , પાર્ટી છોડનારાઓએ કોગ્રેસની વિચારધારા અને પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને જવાબદાર ઠેરવ્યું છે. કોંગ્રેસના નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત કહેવાય. મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વને આ મામલે ઉચ્ચ તપાસ કરવા પત્ર લખ્યો છે.

મનહર પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. તેઓ 107-બોટાદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ તેમની હાર થઈ હતી. મનહર પટેલ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓમાં આવે છે.

કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે પ્રદેશ કોંગ્રેસનાં નેતૃત્વ સામે સવાલ ઊભા કરીને કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી વિનંતી કરી છે અને ગુજરાત પ્રદેશ સમિતિમાં ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.

જવાબદાર નેતાઓ સામે કાર્યવાહીની અપીલ
અહેવાલ અનુસાર, ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા મનહર પટેલે પત્રમાં લખ્યું કે, છેલ્લા 20 વર્ષોમાં, ગુજરાતમાં 75 થી વધુ અગ્રણી નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી ચૂક્યા છે, જેમાં કેટલાક કોંગ્રેસની વિચારધારા સાથે મતભેદ હોવાનું જણાવી રહ્યા છે તો કેટલાક રાજ્ય કોંગ્રેસ નેતૃત્વને દોષી ઠેરવી રહ્યા છે પણ, કોઈ વ્યક્તિ વિચારધારાથી ભટકે તો ઠીક છે જો કોઈ રાજ્ય કોંગ્રેસનાં નેતૃત્વથી અસંતોષને કારણે પાર્ટી છોડી દે છે તો તે ગંભીર બાબત છે. મનહર પટેલે આગળ લખ્યું કે, આ સંદર્ભમાં, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં નેતૃત્વને ઉચ્ચ સ્તરીય તપાસ કરવા અને જવાબદાર રાજ્ય કોંગ્રેસનાં નેતાઓ સામે દંડાત્મક પગલાં લેવા વિનંતી કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *