ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગ સંઘના ચેરમેન પદે પરાગ ત્રિવેદીની વરણી

અમદાવાદમાં ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગની સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં અમરેલી જિલ્લાના પરાગ ત્રિવેદીની રાજ્ય સંઘના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.સભામાં સૌરાષ્ટ્ર, કચ્છ,…

અમદાવાદમાં ગુજરાત ખાદીગ્રામ ઉદ્યોગની સંસ્થાઓની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં અમરેલી જિલ્લાના પરાગ ત્રિવેદીની રાજ્ય સંઘના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે.સભામાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સંસ્થાઓના પ્રમુખોની ઉપસ્થિતિ નોંધાઈ હતી. પરાગ ત્રિવેદી અમરેલી જિલ્લા બ્રાહ્મણ સમાજના અગ્રણી છે. તેઓ સ્વતંત્રતા સેનાની અને પીઢ ગાંધીવાદી કાર્યકર સ્વ. હર્ષદભાઈ સ્વતંત્રના પુત્ર છે.ખાદી અને ગાંધી વિચારધારા સાથે જોડાયેલા પરાગ ત્રિવેદીએ આ જવાબદારી સ્વીકારી છે. તેમણે જણાવ્યું કે તેઓ રાજ્યની તમામ સંસ્થાઓ સાથે સંકલન કરશે. તેમણે ગુજરાતભરમાં આવેલી ખાદીગ્રામ ઉદ્યોગની સંસ્થાઓના વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *