રાજ્યનું બજેટ છેતરામણું તથા અવાસ્તવિક : રાજકોટ શહેર કોંગ્રેસ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3 રાજકોટ મહાનગરપાલિકા), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ), સિનિયર…

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3 રાજકોટ મહાનગરપાલિકા), સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (પૂર્વ પ્રવક્તા શહેર કોંગ્રેસ સમિતિ), સિનિયર કોંગ્રેસ પૂર્વ ઉપપ્રમુખ નાગજીભાઈ પટેલની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે પાંચમી વખત રાજ્ય વિધાનસભામાં વર્ષ 2026-27 નું બજેટ રજૂ કર્યું છે ગુજરાતનુ વિકાસશીલ 4.08.053 કરોડના બજેટમાં ૠઢઅગ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વધુ સશક્ત બનાવવા બજેટમાં જોગવાઈ કરવાની ડંફાસો મારી છે પરંતુ મોંઘવારી ઘટાડવા, રોજગારી વધારી બેકારી ડામવામાં, કે અન્નદાતા ના દેવા માફ કરવા અંગેની કોઈ યોજના કે વાસ્તવિકતા દેખાતી નથી.

વર્તમાન સમસ્યાઓના ઉકેલ માટે લાંબા ગાળાની કોઈ સ્પષ્ટ બ્લુ પ્રિન્ટ દેખાતી નથી. ગયા વર્ષ 3.70 કરોડના બજેટ કરતાં આ વખતે 4.08 કરોડના બજેટમાં 15,600 કરોડ પુલો, માર્ગો, ગ્રામ સડક યોજના પાછળ ખર્ચાશે પરંતુ આજે બે પાંચ વર્ષમાં જ બ્રિજ (પુલો) અને રસ્તાઓ હાડપિંજર સમાન થઈ જાય છે. ગુજરાતના ઇજનેરોની ખામી અને કોન્ટ્રાક્ટરો અને સરકારની ભ્રષ્ટાચારમાં સામેલગીરી ને પગલે સામાન્ય વરસાદમાં રસ્તાઓમાં મસમોટા ખાડા અને પુલોનો ધોવાણ થતું જાય છે.

તાજેતરમાં રાજકોટના મારવાડી ખાતે પધારેલા વડાપ્રધાન દ્વારા ગુજરાતના રાજકોટ, મોરબી અને જામનગર સહિતના જિલ્લાઓને જાપાન બનાવવાની વાતો વચ્ચે ગુજરાતના બજેટમાં કોઈ યોજનાની સામેલગીરી છે નહીં ઉલટા નું મોરબી, જામનગર, રાજકોટના ઉદ્યોગો પાયમાલ થયા છે. વડાપ્રધાનને 11 વર્ષ પૂર્ણ થયા છે અને ગુજરાતમાં ડબલ એન્જિન વાળી સરકાર હોય ત્યારે રાજસ્થાનમાં મહિલાઓને ગેસનો બાટલો ₹450 માં મળતો હોય તો ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે તો શા માટે નહીં અને બજેટમાં ગેસનો બાટલા અંગે કોઈ જાહેરાત નહીં, જગતના તાતની વાતો કરાય છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગેની કોઈ જાહેરાત કોઈ, મહિલા ફાસ્ટ ટ્રેક ની કોઈ જાહેરાત નહીં.

અમદાવાદ, મહેસાણા, સુરત રાજકોટ ખાતે પ્રાદેશિક આઈ હબ ડેવલપ કરવાનું આયોજન રૂૂપિયા 80 કરોડ ફાળવાયા પરંતુ આજે પણ મહાનગરપાલિકાઓમાં નલ સે જળ નો અભાવ છે અને ટેન્કરયુગ ચાલે છે પ્રાથમિક સુવિધા મળતી નથી અને હથેળીમાં ચાંદ બતાવવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાતની પ્રજાએ શાસકોને ખોબલે અને ખોબલે મત આપ્યા છે અને કરોડો રૂૂપિયાના તોતિંગ કરવેરા ગુજરાતની પ્રજા ભરી રહી છે ત્યારે હાલ વર્ષ 2024-25 માં ગુજરાતનું જાહેર દેવું આશરે ₹3.99.633 કરોડ છે એટલે કે માથાદીઠ ₹66000 નું દેવું છે.

સરકારની પ્રાથમિકતાઓ જનહિતથી દૂર : અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2026-27નું બજેટ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થયું ત્યારે રાજ્યની જનતાને સરકાર પાસેથી ભારે આશા અને અપેક્ષા હતી કે ડબલ એન્જિન સરકાર જનહિતમાં ઠોસ પગલાં ભરતું બજેટ રજૂ કરશે. પરંતુ રજૂ થયેલું બજેટ સ્પષ્ટ કરે છે કે આ ડબલ એન્જિનમાંથી એક એન્જિન મોંઘવારી વધારવાનું અને બીજું ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યું છે. ચાર લાખ આઠ હજાર કરોડના આંકડાનો ઢોલ પીટી વિકાસના નારા આપવામાં આવ્યા છે, પરંતુ જમીન પર સામાન્ય લોકો માટે રાહત જોવા મળતી નથી. 2026-27ના બજેટમાં 2047ના સપના બતાવવામાં આવે છે, યારે આજની હકીકતોને નજરઅંદાજ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન-પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે, આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે, છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે, છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *