ભયજનક ડ્રાઇવિંગ અને બાકી ઇ-ચલણ નહી ભરનાર 48ના લાઇસન્સ સસ્પેન્ડ

રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય અને વાહન ચાલકો સમયસર ઈ-ચલણની રકમ ભરપાઈ કરે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા આકરા…

રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન થાય અને વાહન ચાલકો સમયસર ઈ-ચલણની રકમ ભરપાઈ કરે તે હેતુથી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, રાજકોટ દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક શાખાના ડેટા ચકાસણી દરમિયાન 250 જેટલા વાહન ચાલકો પાસે વધુ પ્રમાણમાં ઈ-ચલણ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી પ્રાથમિક તબક્કે ભયજનક રીતે વાહન ચલાવતા અને વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 48 વાહન ચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે.

પોલીસ કમિશનર (ઝોન-2, ટ્રાફિક શાખા)ની યાદી અને રાજકોટ શહેર રોડ સેફ્ટી સમિતિની બેઠકના નિર્ણયના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત આર.ટી.ઓ. દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પણ બાકી ચલણ ધરાવતા અને બેદરકારીથી વાહન ચલાવતા ચાલકોના લાયસન્સ રદ્દ કે સસ્પેન્ડ કરવાની ઝુંબેશ ચાલુ રહેશે. તેમજ નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને બાકી ઈ-ચલણ મેમો ત્વરિત ભરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *