ઐતિહાસિક રૂા.4.08 લાખ કરોડના બજેટને વધાવતા આગેવાનો: રાજકોટ માટે બજેટમાં ફાળવણી ગેમ ચેન્જર સાબિત થશે
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ’ગ્રોથ એન્જિન’ અને આત્મનિર્ભર બની રહ્યું છે : રમેશભાઇ ટીલાળા
રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલ વર્ષ 2026-27ના ₹4,08,053 કરોડના અંદાજપત્રને સહર્ષ આવકારતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ’વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ બજેટ ગુજરાતને આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરાવશે. બજેટની મુખ્ય વિશેષતાઓ અને સરકારની સિદ્ધિઓ ગણાવતા રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું હતું કે, આ બજેટ ગરીબ (G), યુવા (Y), અન્નદાતા (A) અને નારીશક્તિ (N) ને સશક્ત બનાવનારું છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે ’ઘર સૌના માટે’ સંકલ્પ હેઠળ અંદાજે 3.15 લાખ આવાસો માટે ₹4272 કરોડની જોગવાઈ કરી સરકારે પોતાની સંવેદનશીલતા પુરવાર કરી છે. ‘નમો લક્ષ્મી યોજના’ માટે ₹1250 કરોડ અને ITIમાં ભણતી દીકરીઓ માટે નવી ’નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ જાહેર કરી સરકારે મહિલાઓના આર્થિક સ્વાવલંબન અને ગૌરવમાં વધારો કર્યો છે. રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ₹90 કરોડના ખર્ચે 1000 બેડની નવી હોસ્પિટલ, યુ.એન. મહેતા અને કેન્સર ઇન્સ્ટિટ્યૂટના સેટેલાઇટ સેન્ટરો જેવી – સુવિધાઓથી રાજકોટ સૌરાષ્ટ્રનું મેડિકલ હબ બનશે.
હીરાસર ખાતે નવા સેટેલાઇટ ટાઉન અને રાજકોટમાં MICE ઇન્ફાસ્ટ્રક્ચર માટે ₹100 કરોડની જોગવાઈ રાજકોટને ગ્લોબલ સિટી બનાવશે. સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે’ અને ’નમો શક્તિ એક્સપ્રેસ વે’ માટે ₹3000 કરોડની જોગવાઈ. તેમજ વર્ષ 2026ને ’ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાતથી સૌરાષ્ટ્રના પ્રવાસનને નવો વેગ મળશે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ ઉમેર્યું કે, “આ બજેટ સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ ધરાવતું છે. દેશના GDPમાં ગુજરાતનો 8.2% ફાળો અને માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60% ની સરસાઈ સરકારના કુશળ વહીવટની સાક્ષી પૂરે છે. ’વિકસિત ગુજરાત ફંડ’ દ્વારા ર10,000 કરોડની જોગવાઈ કરી સરકારે લાંબાગાળાના વિકાસના પાયા નાખ્યા છે.” આમ, 2026-27નું આ ઐતિહાસિક બજેટ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતને આત્મનિર્ભરતા અને સમૃદ્ધિની નવી દિશામાં લઈ જશે તેવો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા ભાજપ દ્વારા ગુજરાતના ઐતિહાસિક બજેટને આવકાર
કમલમ ખાતે જીવંત પ્રસારણને જનપ્રતિનિધિઓ દ્વારા નિહાળાયું
આ ઐતિહાસિક બજેટને નિહાળવા માટે જીલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાના અધ્યક્ષ સ્થાને રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ” કમલમ” ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નાણામંત્રી દ્વારા કરવામાં આવેલી મહત્વની જાહેરાતોને જીવંત પ્રસારણના માધ્યમથી નિહાળી હતી.આ બજેટ ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરનારું છે. કનુભાઈ દેસાઈએ સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખાકારી, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પર ભાર મૂક્યો છે. સતત પાંચમી વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ સ્થાપ્યો. બજેટ અંતર્ગત જીલ્લા પ્રમુખ અને મહામંત્રીઓએ નાણામંત્રીને આ સંતુલિત અને વિકાસલક્ષી બજેટ બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તબક્કે જીલ્લાના મહામંત્રીઓ નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઇ હેરભા, રવિભાઈ માંકડીયા સહીતના જીલ્લા હોદેદારો, જીલ્લા મોરચાના હોદેદારો, મંડલના હોદેદારો, ચુટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા આ બજેટને આવકાર્યું હતું. તેમ રાજકોટ જીલ્લા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ રાજેશભાઈ ગોંડલીયાની યાદીમાં જણાવે છે.
લોકકલ્યાણકારી બજેટ માટે રાજ્ય સરકારને અભિનંદન: ઉદય કાનગડ
વિધાનસભા 68રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજુ કરેલ રૂૂા. 4,08,053 કરોડના ઐતિહાસિક વિકાસલક્ષી બજેટ 2026-27ને આવકારી રાજયની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લા ત્રણ દાયકામાં સાતત્યપૂર્ણ વિકાસ કરી રાજયની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવેલ છે. આમ ગુજરાતે દેશના વિકાસમાં પોતાનો ફાળો ઉતરોઉતર વધારી, દેશના ગ્રોથ એન્જીન તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ત્યારે ગુજરાતની આ વણથંભી વિકાસયાત્રાના પ્રણેતા અને ગુજરાતના પનોતા પુત્ર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ-2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત-2047નું આહવાન કર્યુ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જનસેવક તરીકે જનસેવાના અવિરત 24 વર્ષ પૂર્ણ કરી ગુજરાત અને દેશના વિકાસને નવી દિશા આપી છે. સુશાસન અને જનકલ્યાણના કાર્યો ધ્વારા જન અપેક્ષાઓને સાકાર કરી વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યુ છે અને આ સાથે ભારતને વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બનાવી છે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત સંકલ્પ સાકાર કરશે બજેટ: ડો.બોઘરા
ગુજરાત વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ 2026-27ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું રૂૂ. 4,08,053 કરોડનું આ ઐતિહાસિક બજેટ ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જનારું છે. આ બજેટમાં સમાજના દરેક વર્ગગરીબ, યુવા, કિસાન અને મહિલાના કલ્યાણની સાથે ઉદ્યોગ જગતની પણ ચિંતા કરવામાં આવી છે. ગુજરાત દેશનું ટેક્સટાઇલ હબ છે. બજેટમાં ટેક્સટાઇલ નીતિ હેઠળ નવા રોકાણોને પ્રોત્સાહન, એમ.એસ.એમ.ઈ. એકમોને ટેકનોલોજી અપગ્રેડેશન માટે સહાય અને નવા ટેક્સટાઇલ પાર્કની જાહેરાતથી આ ઉદ્યોગમાં લાખો રોજગારીનું સર્જન થશે. વડાપ્રધાનના 5f (Farm to Foreign)) વિઝનને આ બજેટ વેગ આપશે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને સિંચાઈ સુવિધા માટે કરવામાં આવેલી જોગવાઈઓથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે.
વિકસિત ગુજરાતને વેગ મળશે: વિજય કોરાટ
દેશમાં માન.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારત દેશે તથા ગુજરાત રાજ્યમાં માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત રાજ્ય વિકાસની હરણફાળ ભરીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને ચરિતાર્થ કર્યો છે. જેમાં દેશના ખેડૂતો, યુવા શક્તિ, મહિલા શક્તિ અને સમાજના દરેક વર્ગના વિકાસ સાથે સમૃદ્ધ અને દેશના વિકાસને વેગવંતુ બનાવવા માટેનો વિકસિત ગુજરાતનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો, યુવા, મહિલા અને સમાજના દરેક વર્ગના વિકાસ સાથે સમૃદ્ધ ભવિષ્ય અને દેશના વિકાસને વેગવંતુ બનાવતું બજેટને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે આવકાર સાથે અભિનંદન પાઠવ્યા છે. વધુમાં વિજયભાઈ કોરાટે જણાવ્યું હતું કે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં પ્રસ્તુત કરેલા બજેટને તેમણે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને આયોજનબદ્ધ રીતે પ્રજા કલ્યાણ યોજનાઓથી અમલમાં મૂકવાનો આલેખ ગણાવ્યું છે. કનુભાઈ દેસાઈએ સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખાકારી, શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓ પર ભાર મૂક્યો છે, સતત પાંચમી વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટા કદના એટલે કે રૂૂ.4.08 લાખ કરોડનો વધારો એ વિકાસ માટેની પ્રતિબદ્ધતા છે. પ્રગતિ અને ઉન્નતિના નિત નવા આયામો સર કરતા ગુજરાતના સૌ નાગરિકોના જીવનને સુગમ્ય, સમૃદ્ધ અને સંતોષપ્રદ બનાવવાનો સફળ પ્રયાસ આ બજેટમાં થયો છે. અત્યાર સુધીમાં વિકાસની રાહ પર જ્યાં ગુજરાત છે તેનાથી વધુ ગતિએ ક્વોન્ટમ જમ્પ સાથે આગળ વધવાનું પ્રતિબિંબ આ બજેટમાં ઝિલાતું હોવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના બજેટને આવકાર
ગુજરાત રાજયના નાણામત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત પાંચમી વખત વર્ષ 2026-27 માટેનુ આશરે 4,08053 કરોડનું વિક્રમી બજેટ રજુ કરવામાં આવેલ છે. વિકસીત ગુજરાત તરફ આગળ વધારવાના સંકલ્પને સાર્થક કરવા રાજય સરકાર દ્વારા રજુ કરાયેલ આ બજેટને સર્વાગી વિકાસ માની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે. પ્રમુખ વીપી વૈષ્ણવએ ગુજરાત રાજયના આ બજેટને આવકારતા જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિક્સીત ભારતઽ2047ના વિઝનને સાર્થક કરવાના પ્રયાસમાં ગુજરાત સહભાગી બની રહ્યું છે. દેશના જીડીપીમાં ગુજરાત રાજયનો 8. 2% સિંહ ફાળો રહ્યો છે ત્યારે ગુજરાત દેશનુ ચોથ એન્જીન હોય રાજય સરકારએ આ વિકાસલક્ષી બજેટ આપીને તેમાં સુર પુરાવેલ છે. ખાસ કરીને MSME ને પ્રોત્સાહન આપવા માટે આ બજેટમાં આશરે 1775 કરોડ ફાળવવામાં આવેલ છે તે આવકારદાયક છે જે થકી ગુજરાત રાજયના તમામ ખજખઊ ઉદ્યોગકારોને સારૂૂ એવું બુસ્ટ મળશે. રાજયના નાણામંત્રીએ આ બજેટમાં દરેક ક્ષેત્રને આવરી લઈ કરોડો રૂૂપિયાની જોગવાઈ કરેલ છે. જેમાં સેમીક્ધડક્ટરને વધુ વેગ અપાશે, રીન્યુએબલ એનર્જીનો મહતમ ઉપયોગ કરાશે, જીઆઈડીસીઓને સ્માર્ટ બનાવાશે, નિકાસને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ” ની સ્થાપના કરાશે.
સામાન્ય જનને રાહત મળશે: રામભાઇ મોકરીયા
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેશાઈએ પોતાનું સતત પાંચમું અને ગુજરાત સરકારના સને 2026-27 નાં વર્ષનું બજેટ રજુ કરેલ છે. જે મધ્યમ ઉદ્યોગકારો, ખેડૂતો,અને સામાન્ય જનતાને રાહત આપતું તેમજ આરોગ્ય અને શૈક્ષણીક સુવિધાને વેગ મળે તેવું બજેટ રજુ કરી ગુજરાતના ભાવિ રોડમેપ ને દિશા આપતું કુલ રુ. 11841 કરોડની પુરાંત વાળું બજેટ રજુ કરેલ છે. આં બજેટને આવકારતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ જણાવ્યું હતું કે આ બજેટમાં સંકલિત બાળવિકાસ યોજનાને વેગ આપવા રુ 7,690 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. કુલ 2000 નવી આંગણવાડીઓ શરુ કરવામાં આવશે. જેથી બાળકોના પ્રિ-પ્રાઈમરી જ્ઞાન અને સંસ્કાર સુદ્રઢ બનશે. શૈક્ષણીક સુવિધા માં વધારો કરવા રુ.25,403/-ની જોગવાઈ કરવામાં આવેલ છે અને 16 નવી સરકારી કોલેજો શરુ કરવામાં આવશે. મધ્યમ કક્ષાનાં ઉદ્યોગકારો ને પ્રોત્સાહન મળી રહે તે માટે પાંચ નવી જી.આઈ.ડી.સી. વસાહતો શરુ કરવામાં આવશે. વાહન વ્યવહારની સુખાકારી વધારવા માટે 1286 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. અને જાહેર વાહન વ્યવહારની વધુ સુવિધા માટે 2961 નવી બસો ખરીદવામાં આવશે.
ગરીબ-યુવા-અન્નદાતા-નારી શક્તિ મોડેલ આધારિત બજેટ: મેયર નયનાબેન પેઢડિયા
ગુજરાત સરકારે શહેરી વિકાસ માટે રૂૂ.33,504 કરોડની માતબર જોગવાઈ કરી છે. રાજકોટ જેવા ઝડપથી વિકસતા શહેર માટે ’સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ મળનારી ગ્રાન્ટ આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે. નમો શક્તિ એક્સપ્રેસ-વે અને અન્ય હાઈ-સ્પીડ કોરિડોર દ્વારા રાજકોટની અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેનાથી રાજકોટ સૌરાષ્ટ્રનું આર્થિક હબ હોવાથી પરિવહનમાં ખૂબ મોટો ફાયદો થશે. રાજકોટના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોને સ્થાનિક સ્તરે માર્ગદર્શન, ફંડિંગ અને ઇનોવેશન માટે પ્લેટફોર્મ મળશે. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે જનતા પર એક પણ રૂૂપિયાનો નવો કર લાદવામાં આવ્યો નથી, જે મધ્યમ વર્ગ માટે મોટી રાહત છે. ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) માટેની સબસિડી ચાલુ રાખીને અને ગ્રીન બજેટ પર ભાર મૂકીને સરકારે પર્યાવરણની જાળવણીનો સંકલ્પ દોહરાવ્યો છે. આ બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ છેવાડાના માનવીની સુખાકારીનો સંકલ્પ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ રાજ્ય સરકારના આ વિઝનને અનુસરીને શહેરીજનોને વધુ સારી સુવિધાઓ આપવા કટિબદ્ધ છે.
