જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલ, પ્લોટ માટેની અરજી, ડ્રો તથા હરાજીનો કાર્યક્રમ જાહેર કરાયો

લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.2થી 6 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ,…

લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા.2થી 6 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસીય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ, પ્લોટ મેળવવા માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

સ્ટોલ, પ્લોટ માટે ફોર્મ ભરવા ઇચ્છુક અરજદારો તા. 20થી 28 જુલાઈ સુધીમાં ઇન્ડિયન બેંક, તોરલ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ ખાતેથી સવારના 11થી બપોરના 16 કલાક દરમિયાનમાં અરજીપત્રક મેળવી શકશે અને નિશ્ચિત ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે અરજી પત્રક રજૂ કરી શકશે. અરજી નિયત ફોર્મમાં જ આપવાની રહેશે તેમજ જુદી જુદી કેટેગરીની કિંમતની પૂરેપૂરી રકમ, ટેક્સની સૂચિત રકમ તથા ડીપોઝિટની પૂરેપૂરી રકમ મળીને “અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ”ના નામનો કુલ રકમનો ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે રાખીને ભરેલ ફોર્મ આપવાનું રહેશે.

સમિતિ દ્વારા સ્ટોલ પ્લોટની હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-બી રમકડાના 100 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 08 સ્ટોલ તા. 01 ઓગસ્ટ ને શનિવારના 11 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 3 પ્લોટ, કેટેગરી કેની નાની ચકરડીના 24 પ્લોટ માટે તા. 01 ઓગસ્ટ ને શનિવારે સવારે 11:30 કલાકે હરરાજી યોજાશે. આ ઉપરાંત તા.04 ઓગસ્ટ ને મંગળવારના રોજ કેટેગરી-એ ખાણી પીણી/એક્સપો/એક્ઝિબિશન /વિવિધ શો/ પ્રદર્શન માટે 2 પ્લોટ અને બી1/કોર્નર ખાણીપીણીના 40 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈના 5, એફના 3, જીના 20 અને એચના 6 પ્લોટની હરરાજી તા.05 ઓગસ્ટ ને બુધવારના સવારે 11:30 કલાકે તેમજ તા.06 ઓગસ્ટ ને ગુરૂૂવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 17 પ્લોટ માટે સવારે 11:30 કલાકે હરરાજી કરવામાં આવશે.

તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1) રાજકોટ ખાતે યોજાશે. યાંત્રિક કેટેગરીમાં ફોર્મ ભરેલ અરજદાર ઈ,એફ,જી,એચ તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે. જેમાં કેટેગરી જે તથા કે માટેના પ્રવેશદર મહત્તમ રૂૂ. 35, ઈ એફ જી એચ યાંત્રિક કેટેગરીની આઈટમોના પ્રવેશદર મહત્તમ રૂૂ.50 લેવાના રહેશે. લોકમેળાનો નકશો નાયબ કલેક્ટર કચેરી, રાજકોટ (શહેર-1) ખાતે નોટિસ બોર્ડ પર કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. તેમજ પોતાની આઈસ્ક્રીમ કંપનીની જાહેરાત સ્ટોલમાં કરી શકશે તેમ અધ્યક્ષશ્રી, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-1)ની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *