ભાવનગરમાં કાલે સૌરાષ્ટ્રની સૌથી મોટી રથયાત્રા નીકળશે

50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે દુર્ગાવાહિની, અખાડા, મિનિ ટ્રેન, નાસિક ઢોલ અને ડી.જે. જોડાશે ભાવનગર શહેરમાં પરંપરા…

50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેકટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા સાથે દુર્ગાવાહિની, અખાડા, મિનિ ટ્રેન, નાસિક ઢોલ અને ડી.જે. જોડાશે

ભાવનગર શહેરમાં પરંપરા મુજબ અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી અવિરતપણે યોજાતી આ રથયાત્રા આ વર્ષે પોતાની 41મી વર્ષગાંઠ ઉજવી રહી છે. કાલે તા. 16 ને ગુરૂૂવારના રોજ સવારે 8 કલાકે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક પૂજા-અર્ચન કર્યા બાદ આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

ભગવાન શ્રી જગન્નાથજી, મોટાભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની પૂજા-અર્ચનામાં અનેક સંતો, મહંતો, મહામંડલેશ્વરઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ભાવનગરના નેક નામદાર મહારાજા વિજયરાજસિંહજી તથા નામદાર યુવરાજ જયવીરસિંહજીના વરદ હસ્તે સોનાની ઝાડુથી “છેડાપોરા” વિધિ સંપન્ન કરવામાં આવશે. ત્યારબાદ દબદબાપૂર્વક માજી સૈનિક સંગઠન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે.

રથયાત્રા સમિતિના કાર્યકારી અધ્યક્ષ પાર્થભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, ધર્મપ્રેમી જનતાના સહકારથી રથયાત્રાનું માઇક્રોપ્લાનિંગ 20 જેટલા વિવિધ વિભાગો (જેવા કે પ્રચાર-પ્રસાર, રથ-મિકેનિકલ, ટ્રાન્સપોર્ટ, વહીવટી, ફેબ્રિકેશન વગેરે) અને 200 જેટલા સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તો ઘરે બેઠા પણ રથયાત્રા નિહાળી શકે તે માટે યુટ્યુબ ચેન, ફેસબુક પેજ (Shri Jagannathji Rathyatra Bhavnagar)અને સમિતિની ઓફિશિયલ વેબસાઇટ પર લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે.
રથયાત્રામાં 50 ટ્રક, 2 જીપ, 20 ટ્રેક્ટર, 15 છકડા, 1 હાથી, 8 ઘોડા, દૂર્ગાવાહિની-બજરંગ દળના અખાડા, મિની ટ્રેન, નાસિક-ઢોલ અને ડી.જે. સાઉન્ડ સિસ્ટમ જોડાશે. ગાયત્રી પરિવાર અને મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ ફલાવતા ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે સર્જાયેલી પેટ્રોલ-ડીઝલની સમસ્યાને ધ્યાને રાખી સમિતિએ આ વર્ષે વાહનોની સંખ્યામાં સ્વૈચ્છિક ઘટાડો કરી રાષ્ટ્રભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

રથયાત્રા સવારે 8:00 કલાકે સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ અને જગન્નાથજી મંદિરથી નીકળીને મહિલા કોલેજ, આંબાવાડી, ઘોઘાસર્કલ, રૂૂપાણી સર્કલ, સ્વામિનારાયણ ગુરૂૂકુળ, સરદારનગર સર્કલ, ઘોઘા જકાતનાકા, શિવાજી સર્કલ, ભરતનગર, સંસ્કાર મંડળ, તખ્તેશ્વર મંદિર, કાળાનાળા, સર.ટી. હોસ્પિટલ રોડ, જેઇલ રોડ, નિલમબાગ ચોક, બહુમાળી ભવન, નિર્મળનગર નાકો, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી ચોક, જશોનાથ ચૌક, ઘોઘાગેટ, ખારગેટ, મામાકોઠા, ડાયમંડચોક, મહિલા કોલેજ થઈ પરત સુભાષનગર ખાતે મોડી સાંજે ભક્તિસભર માહોલમાં સંપન્ન થશે.

રથયાત્રામાં 1800થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
રથયાત્રા દરમિયાન 15 એએસપી, ડીવાયએસપી, 48 પોલીસ ઈન્સપેક્ટર, 106 સબ ઈન્સપેક્ટર સહિત 1,836 પોલીસ જવાનો ખડેપગે રહેશે. હોમગાર્ડના 1,500 જવાનો અને એસઆરપીની 4 સ્પેશિયલ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમજ 32 ઘોડેસ્વાર પોલીસ અને 21 ગેસમેન બંદોબસ્તનો હિસ્સો બનશે. આખીયે રથયાત્રા પર દેખરેખ અને નજર બનાવી રાખવા 12 વોચ ટાવર, 24 વિડિયોગ્રાફર અને 80 હાઈ-ટેક દુરબીનથી દરેક ગતિવિધિ પર વોચ રખાશે. સંચાર અને વહીવટ, કમ્યુનિકેશન માટે 140 વોકીટોકી અને વ્યવસ્થા જાળવવા 31 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હાજર રહેશે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા 4 એમ્બ્યુલન્સ અને 4 ફાયર ફાઈટરની ટીમો તૈનાત રહેશે. પોલીસ પ્રશાસન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિપૂર્વક દર્શનનો લાભ લે અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે. તંત્ર ભગવાનની નગરચર્યાને નિર્વિઘ્ન પૂર્ણ કરાવવા સંપૂર્ણ સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *