રાજકોટ મનપાની ફૂડ શાખાએ કુવાડવા રોડ જુના જકાતનાકા પાસે આવેલા દેવજીવન રેસ્ટોરેન્ટમાં ચેકીંગ કરતા વાસી મન્ચ્યુરન, પનીર, બાંધેલો લોટ સહિતની વાસી ખાદ્યસામગ્રી મળી આવી હતી. જ્યારે કોઠારિયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં આવેલા રહાન પ્રોવીઝન સ્ટોર અને કોઠારિયા રોડ પર ભોજલરામ સોસાયટીમાં આવેલા શ્રીહરી પ્રોવીઝન સ્ટોરમાંથી એક્સપાયરી ડેટની પેકેીંગ વિવિધ ખાદ્યસામગ્રી મળી આવી હતી. ફૂડ શાખાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં 32 ધંધાર્થીઓને ત્યા ચેકીંગ કરતા 17 કિલો અખાદ્ય સામગ્રીનો જથ્થો નાશ કરાયો હતો. જ્યારે આરોગ્યના નિયમોનું પાલન ન કરતા 17 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામા આવી હતી.
મનપાની ફૂડ શાખાએ કરેલા ચેકીંગમાં ધ પાઈનવીંટા હોટલ(બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ ની બાજુમાં ગોંડલ રોડ)ને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી પનીર, મગનું શાક (પ્રિપેડ લુઝ)ના નમૂના લેવામાં આવેલ. જ્યારે જય યોગેશ્વર ડેરીફાર્મ (ભારતી નગર-1, કોર્નરની સામે, સુભાષ નગર મેઇન રોડ, નંદાહોલ પાછળ, કોઠારીયા રોડ)માંથી બટર, મિક્સ દૂધના નમૂના લેવામાં આવેલ. આ ઉપરાંત તપસી રેસ્ટોરન્ટ(80 ફુટ રોડ, કોઠારીયા મેઇન રોડ)ને કન્ડિશન બાબતે નોટિસ આપી લાલ મરચું પાઉડર(લૂઝ), હળદર(લૂઝ) અને ગ્રેવી (પ્રિપેડ- લૂઝ)ના નમૂના લેવાયા હતા.
દરમિયાન જય દેવજીવન રેસ્ટોરન્ટ (જુના જકાતનાકા સામે, કુવાડવા હાઈવે)માંથી વાસી મંચુરિયન/પનીર/બાંધેલો લોટ કુલ મળી અંદાજીત 6સલ નાશ કરી લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. રૂૂ.500 વહીવટી ચાર્જ વસૂલ કરેલ. આ ઉપરાંત રહાન પ્રોવિઝન સ્ટોર (ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા રોડ)માંથી એક્સપાયરી ફૂડ પેકેટ, પસ્તી કુલ 5સલ કેજી નાશ કરી હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી રૂૂ.500 વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જ્યારે શ્રી હરિ પ્રોવિઝન(ભોજલરામ સોસાયટી, કોઠારીયા રોડ)માંથી એક્સપાયરી ફૂડ પેકેટ કુલ મળી 6સલ નાશ કયો હતો તેમજ યોગ્ય લેબલિંગ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપી રૂૂ.500 વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો.
આટલા ધંધાર્થી આરોગ્યના નિયમોનું પાલન ન કરતા પકડાયા
* જય ખોડીયાર ચાઈનીઝ એન્ડ પંજાબી: 80 ફૂટ રોડ, મટુકી મેઈન રોડ * ક્રિષ્ના દાળપકવાન: 80 ફૂટ રોડ * મટુકી મેઈન રોડ, શ્યામ પાન ચા: 80 ફૂટ રોડ, મટુકી મેઈન રોડ * પ્રમુખરાજ ડેરી ફાર્મ: 80 ફૂટ રોડ, મટુકી મેઈન રોડ * શ્રીજી એન્ટરપ્રાઇઝ: જૂના માર્કેટ યાર્ડ, ૠ-2, અમદાવાદ હાઇવે * સૈરાની ફીશ: ભવાની ચોક, કોઠારીયા રોડ * સૈરાની સમોસા: ભવાની ચોક, કોઠારીયા રોડ * સંતોષ પ્રોવિઝન: ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા રોડ * શક્તિ ચાપડી ઊંધિયું: મોરબી હાઇવે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે * માલધારી પાન કાફે: જુના જકાતનાકા સામે, કુવાડવા હાઇવે * શ્રુતિ ચટણી: એસ.કે.ચોક, ગાંધીગ્રામ * નકળંગ ટી નાસ્તા: પુનિત નગર, 80 ફુટ રોડ * શ્રી મોગલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ: પુનિત નગર, 80 ફુટ રોડ * સોનારૂૂપા આઈસ્ક્રીમ: ભક્તિનગર સર્કલ * ફેવરિટ આઈસ્ક્રીમ: ભક્તિનગર સ્ટેશન પ્લોટ, શેરી નંબર એક * બીગડીલ આઈસ્ક્રીમ: રૈયા રોડ, સદગુરુ તીર્થધામ કોમ્પ્લેક્સની સામે * રાજશ્રી પરોઠા હાઉસ:-ગ્રીનલેન્ડ ચોકડી પાસે * મિસ્ટર સેન્ડવીચ વડાવ્યા: 7 સ્ક્વેર ગ્રીનલેન્ડ ચોકડી પાસે * કમલેશ આઈસ્ક્રીમ: વેસ્ટ ગેટ, 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક * આદેશ ગ્રુપ:99 પેરેલલ કાફે, વેસ્ટ ગેટ, 150 ફૂટ રીંગ રોડ, અયોધ્યા ચોક * માલધારી હોટલ:જુના જકાત નાકા સામે, કુવાડવા હાઇવે * કનૈયા રેસ્ટોરન્ટ: જુના જકાતનાકા સામે, કુવાડવા હાઇવે * ખોડલધામ ફાસ્ટ ફૂડ: પુનિત નગર, 80 ફુટ રોડ * બાપા સીતારામ નાસ્તા ગ્રુહ: 80 ફૂટ રોડ, મટુકી મેઈન રોડ * જલિયાણ પાઉભાજી: પુનિત નગર, 80 ફુટ રોડ * નાગદાદા રેસ્ટોરન્ટ એન્ડ હોટલ: પુનિત નગર, 80 ફુટ રોડ
