સોના-ચાંદી માર્કેટમાં સપ્તાહનો સૌથી મોટો ઉછાળો; સોનું રૂા.4,000 અને ચાંદી 9,000 વધ્યા

સોનુ સવા લાખ તો ચાંદી 1.60 લાખને પાર, સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 260 અંક ડાઉન વાયદા બજારમાં મોટો ઉછાળો, ચાંદી ₹ 9000 ઉછળી ફરી…

સોનુ સવા લાખ તો ચાંદી 1.60 લાખને પાર, સેન્સેક્સ 900 પોઇન્ટ અને નિફ્ટી 260 અંક ડાઉન

વાયદા બજારમાં મોટો ઉછાળો, ચાંદી ₹ 9000 ઉછળી ફરી ₹1.50 લાખ ને પાર, સોનામાં ₹ 4000ની તેજી. સ્થાનિક વાયદા બજાર (MCX) માં છેલ્લાં ઘણા દિવસથી સોના-ચાંદીમાં જોવા મળી રહેલા કડાકા બાદ ગુરુવાર અને શુક્રવારે કિંમતી ધાતુઓમાં ધમાકેદાર રિકવરી જોવા મળી છે. તીવ્ર વેચવાલી બાદ બુલિયન માર્કેટમાં નીચલા સ્તરેથી ફરી ભારે ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.
મિડલ ઈસ્ટ દેશોમાં ફરી એક વખત જિયો પોલિટિકલ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને સોના અને ચાંદીમાં ભાવનો વધારો જોવા મળી રહ્યો છે.

આમ તો છેલ્લા ઘણા દિવસથી સોના અને ચાંદીમાં નિરંતર ઘટાડવા નોંધાઈ રહ્યો હતો ત્યારે સોના અને ચાંદીમાં આજે આ સપ્તાહનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે સોનામાં આજે એક ઝાટકે 4,000 અને ચાંદીમાં 9000 રૂૂપિયાનો વધારો વાયદા બજારમાં જોવા મળ્યો છે. ક્રૂડના ભાવમાં થોડો વધારો થતા તેની અસર પણ સોના ચાંદી માર્કેટમાં જોવા મળી છે. જોકે શેર બજારમાં ભારે પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા કડાકા જોવા મળ્યા છે. ભારતમાં પણ હાલ ડોમેસ્ટિક માર્કેટમાં સોનાની ખરીદી વધારે જોવા મળી રહી છે ભાવ નીચા જતા ઘણા કસ્ટમરો અત્યારથી જ સોનું ખરીદી રહ્યા છે ડોમેસ્ટિક ડિમાન્ડ ને લઈને સોનાના ભાવમાં પણ કરંટ જોવા મળ્યો છે. વાયદા બજાર ની વાત કરીએ તો સોનાનો ભાવ 1,26,140 અને ચાંદીનો ભાવ ₹1,54,440 ઉપર જોવા મળી રહ્યો છે. એ રાજકોટની હાજર બજારમાં સોનાનો પ્રતિ 10 ગ્રામ નો ભાવ ₹1,30,500 અને ચાંદીનો પ્રતિ એક કિલ્લાનો ભાવ 1,61,400 જોવા મળી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ડોલરની દ્રષ્ટિએ સોનાનો ભાવ 3680 ડોલર ઉપર પહોંચ્યો છે જ્યારે ચાંદી 45 ડોલરે ફરી એક વખત પહોંચી છે.જોકે આ બધાની વચ્ચે આજે શેર બજારમાં ભારે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં આજે 900 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સવારના સત્રમાં સેન્સેક્સ એ 84 286 નો હાય લગાવ્યો હતો પરંતુ ત્યાર પછી માર્કેટ તૂટી જતા હાલ ત્યાંથી હજાર એક્વીસ પર સેન્સેક્સ જોવા મળી રહ્યો છે. નિફ્ટી એ પણ ₹25,900 નો હાઈ લગાવ્યા બાદ માર્કેટ તૂટી હતી અને તેના પરિણામે નિફ્ટી પણ 260 તૂટી ગયો હતો. બેંક નિફ્ટી પણ હાલ 360 પોઈન્ટ નીચે જોવા મળી રહી છે. આજે રૂૂપિયો થોડો નબળો પડતા ડોલરની સપાટી ફરી એક વખત 93 ને પાર થઈ ગઈ હતી હાલ ડોલરનો ભાવ 93.27 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *