એકવા બ્લુ એપાર્ટમેન્ટના નવા માળેથી વૃધ્ધે લગાવી મોતથી છલાંગ

બીમારીથી કંટાળી વૃધ્ધે આત્મઘાતી પગલુ ભર્યાનું ખુલ્યુ શહેરમાં નવા 150 ફૂટ રીંગરોડ પર આવેલા એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં રહેતા જામજોધપુર પંથકના વૃધ્ધે બીમારીથી કંટાળી નવમાં માળેથી…

બીમારીથી કંટાળી વૃધ્ધે આત્મઘાતી પગલુ ભર્યાનું ખુલ્યુ

શહેરમાં નવા 150 ફૂટ રીંગરોડ પર આવેલા એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં રહેતા જામજોધપુર પંથકના વૃધ્ધે બીમારીથી કંટાળી નવમાં માળેથી મોતની છલાંગ લગાવી હતી. વૃધ્ધના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગરોડ પર આવેલા એકવા બ્લુ એપાર્ટમેન્ટમાં રહેતા જામજોધપુર પંથકના કાંતીલાલ ગંગાજીભાઇ રામાણી નામના 83 વર્ષના વૃધ્ધ પોતાના ઘરે હતા ત્યારે સવારના સાતેક વાગ્યાના અરસામા નવમા માળેથી પડતુ મુકયુ હતું. ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક કાંતીલાલ રામાણી મુળ જામજોધપુરના વતની છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. કાંતીલાલ રામાણીને ડિપ્રેરેશનની દવા ચાલુ હતી. બીમારીથી કંટાળી વૃધ્ધે આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *