ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની શ્રીલંકા પાસેથી છીનવાઇ

  શ્રીલંકાના ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2027માં પ્રથમ વખત યોજાનારી ICC મહિલા ટી-20 ચેમ્પિયન્સ ટ્રોફી હવે શ્રીલંકામાં રમાશે નહીં. શ્રીલંકન…

 

શ્રીલંકાના ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2027માં પ્રથમ વખત યોજાનારી ICC મહિલા ટી-20 ચેમ્પિયન્સ ટ્રોફી હવે શ્રીલંકામાં રમાશે નહીં. શ્રીલંકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈંઈઈએ શ્રીલંકા પાસેથી આ ઐતિહાસિક ટૂર્નામેન્ટની મેજબાની પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ક્રિકેટ સાથે જોડાયેલા અધિકારી પ્રકાશ શેફ્ટરે પણ ટૂર્નામેન્ટ અન્ય દેશમાં ખસેડવામાં આવી હોવાની પુષ્ટિ કરી છે. જોકે નવા યજમાન દેશનું નામ હજુ જાહેર થયું નથી.

શ્રીલંકા ક્રિકેટના વહીવટમાં સરકારની દખલગીરી આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલમાં શ્રીલંકા ક્રિકેટનું સંચાલન સરકાર દ્વારા નિયુક્ત ટ્રાન્સફોર્મેશન કમિટી કરી રહી છે. ઈંઈઈના નિયમો અનુસાર સભ્ય દેશોના ક્રિકેટ બોર્ડે સરકાર અથવા રાજકીય દબાણથી સ્વતંત્ર રીતે કામ કરવું જરૂૂરી છે. આ મુદ્દે લાંબા સમયથી ICC અને શ્રીલંકાના ક્રિકેટ પ્રશાસન વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે.

ICC અગાઉ પણ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે સભ્ય ક્રિકેટ બોર્ડનું સ્વતંત્ર સંચાલન જરૂૂરી છે. વર્ષ 2023માં પણ સરકારી હસ્તક્ષેપના મુદ્દે શ્રીલંકા ક્રિકેટને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 2024ના અંડર-19 મેન્સ વર્લ્ડ કપની મેજબાની શ્રીલંકા પાસેથી લઈને દક્ષિણ આફ્રિકાને સોંપવામાં આવી હતી.

ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027માં કુલ છ ટીમો ભાગ લેશે. ICC એ જૂન 2026ની બેઠકમાં ટૂર્નામેન્ટની તારીખોમાં ફેરફાર કરીને તેને 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રથમ મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી ઝ20 ફોર્મેટમાં રમાશે.

ટૂર્નામેન્ટ માટે અગાઉ નક્કી કરાયેલા ક્વોલિફિકેશન માળખા પ્રમાણે યજમાન ટીમ ઉપરાંત 6 જુલાઈ 2026ના ICC મહિલા T20I રેન્કિંગમાં ટોચની પાંચ ટીમોને સ્થાન મળવાનું હતું. આ યાદીમાં ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ભારત, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થતો હતો. હવે શ્રીલંકા પાસેથી મેજબાની જતાં ટીમોની અંતિમ રચના અંગે ICC તરફથી વધુ સ્પષ્ટતા થવાની રાહ જોવાઈ રહી છે.

હાલ નવા યજમાન દેશની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે કેટલાક અહેવાલોમાં ભારતને મેજબાની માટે મજબૂત દાવેદાર ગણાવવામાં આવી રહ્યું છે. અંતિમ નિર્ણય ઈંઈઈની આગામી બોર્ડ બેઠકમાં લેવાય તેવી શક્યતા છે. તેથી ભારતને મેજબાની મળી ગઈ છે એવું હાલ કહેવું વહેલું રહેશે. શ્રીલંકા માટે આ નિર્ણય માત્ર પ્રતિષ્ઠાનો જ નહીં પરંતુ ક્રિકેટ પ્રશાસનની દૃષ્ટિએ પણ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ત્રણ વર્ષના ગાળામાં બીજી વખત સરકારી હસ્તક્ષેપ અને વહીવટી વિવાદને કારણે શ્રીલંકાના હાથમાંથી મોટા ICC ટૂર્નામેન્ટની મેજબાની સરકી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *