દિપ્તી શર્માનો વર્લ્ડ રેકોર્ડ, મહિલા ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ ઝડપી

150મી ઇન્ટરનેશનલ મેચ રમનાર ત્રીજી ભારતીય ખેલાડી પણ બની ભારત અને થાઈલેન્ડ વચ્ચે એશિયા કપ 2026માં ગ્રુપ એની પહેલી મેચ દીપ્તિ શર્મા માટે ખુબ યાદગાર…

150મી ઇન્ટરનેશનલ મેચ રમનાર ત્રીજી ભારતીય ખેલાડી પણ બની

ભારત અને થાઈલેન્ડ વચ્ચે એશિયા કપ 2026માં ગ્રુપ એની પહેલી મેચ દીપ્તિ શર્મા માટે ખુબ યાદગાર રહી હતી. તેની મહિલા ટી20માં 150મી ઈન્ટરનેશનલ મેચ હતી. મેચ શરુ થતાં પહેલા જ ભારતીય ઓલરાઉન્ડરે એક સફળતા પોતાને નામ કરી હતી. આ તેની 150મીં ટી20 ઈન્ટરનેશનલ મેચ હતી. અહી સુધી પહોંચનારી માત્ર ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. પરંતુ તેમ છતાં તેમણે પોતાની બોલિંગથી કમાલ દેખાડી 7 બોલમાં 3 વિકેટ લઈ ટીમને જીતાડી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને થાઈલેન્ડમાં રમાયેલી આ મેચમાં દીપ્તિ શર્મા છવાય હતી. મેચ શરુ થતાં પહેલા સન્માનિત કરવામાં આવી હતી. કારણ કે, કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસકેપ્ટન સ્મૃતિ મંધાના પછી 150મીં મહિલા ટી20 ઈન્ટરનેશનલ મેચ રમવા સુધી પહોંચનારી માત્ર ત્રીજી મહિલા ખેલાડી બની છે. આ મેચમાં તેની થાઈલેન્ડની સ્પિનર પુથાવોન્ગની ટકકર પર નજર હતી કારણ કે, મહિલા ટી20માં સૌથી વધારે વિકેટ લેવાની રેસમાં આ બંને વચ્ચે ચાલી રહી હતી.

એશિયા કપ શરુ થતાં પહેલા દીપ્તિ અને થિપાચા 168 વિકેટ સાથે બરાબરી કરી હતી. ત્યારબાદ થિપાચાએ પહેલી મેચમાં હોંગકોંગ વિરુદ્ધ પહેલી મેચમાં 1 વિકેટ લઈ દીપ્તિને પાછળ છોડી હતી. પહેલા નંબર પર પહોંચી ગઈ હતી. ત્યારપછી ભારત વિરુદ્ધ પહેલા બોલિંગ કરી 1 વિકેટ લીધી હતી. અને 170 સુધી પહોંચી હતી. હવે દીપ્તિનો વારો હતો કારણ કે, થાઈ બોલરને પાછળ છોડશે કે નહી.

સ્ટાર ભારતીય સ્પિનરે માત્ર 7 બોલની અંદર આ કામ કર્યું હતુ. પોતાની પહેલી ઓવરમાં દીપ્તિએ 2 વિકેટ લીધી હીત.થિપાચાની બરાબરી કરી હતી. આ ઓવર મેડન રહી હતી. ત્યારબાદની ઓવરમાં પહેલા બોલ પર તેમણે ત્રીજી વિકેટ લીધી હતી. જે થાઈલેન્ડની ઈનિગ્સની છેલ્લી વિકેટ હતી. આ રીતે માત્ર 7 બોલમાં કોઈ પણ રન આપ્યા વગર 3 વિકેટ લીધી હતી. સાથે તે 171 વિકેટ સાથે થિપાચાથી આગળ નીકળી નંબર વન બોલર બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *