IPLની ટિકિટ સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ ખરીદવા ખાસ અનુરોધ

રૂા.3750થી 47,000 સુધીનો ભાવ, 28મીએ પ્રથમ મેચ IPL 2026 ની પહેલી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાની…

રૂા.3750થી 47,000 સુધીનો ભાવ, 28મીએ પ્રથમ મેચ

IPL 2026 ની પહેલી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાની હોમ ગ્રાઉન્ડ પર સિઝનની શરૂૂઆત કરશે. આ મેચમાં વિરાટ કોહલીનું ખાસ આકર્ષણ રહેશે. લાંબા સમય બાદ કોહલીને મેદાન પર જોવા માટે ચાહકો આતુર છે. બીજી તરફ SRH તરફથી આક્રમક બેટિંગ માટે જાણીતા અભિષેક શર્મા, ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન પણ દર્શકોને મનોરંજન પૂરું પાડશે.

ટિકિટ ખરીદવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે કે આ મેચની ટિકિટ ફક્ત RCB ની સત્તાવાર વેબસાઇટ અને એપ્લિકેશન પરથી જ ઉપલબ્ધ રહેશે. અન્ય કોઈ પ્લેટફોર્મ પરથી ટિકિટ ખરીદવાથી છેતરપિંડીનો ભય રહે છે, તેથી ચાહકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ટિકિટ બુકિંગ પ્રક્રિયા ખૂબ સરળ રાખવામાં આવી છે. સૌથી પહેલા સત્તાવાર પ્લેટફોર્મ shop.royalchallengers.com અથવા RCB એપ પર જઈને લોગિન કરવું, ત્યારબાદ પસંદગી મુજબ સ્ટેન્ડ અને સીટ પસંદ કરવી. પછી જરૂૂરી સંખ્યામાં ટિકિટ પસંદ કરીને ઓનલાઈન ચુકવણી કરવાથી ઈ-ટિકિટ મળી જશે. ટિકિટના ભાવોની વાત કરીએ તો, સામાન્ય ટિકિટ ₹3,750 થી શરૂૂ થાય છે. જ્યારે પ્રીમિયમ અને VIP કેટેગરીમાં ભાવ ₹47,000 સુધી જાય છે. ડાયનેમિક પ્રાઈસિંગ હેઠળ કેટલીક ટિકિટો ₹65,800 સુધી પહોંચી શકે છે, જે દર્શાવે છે કે આ ટિકિટની ખૂબ માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *