જામનગરમાં પાવર ચોરીના કેસમાં ત્રણ ગણો દંડ ફટકારતી સ્પે. કોર્ટ

જામનગર માં પાવર ચોરી ના કેસ માં અદાલતે આરોપી ને ત્રણ ગણી રકમ ના દંડ નો હુકમ કર્યો છે. અને જો દંડ ની રકમ ના…

જામનગર માં પાવર ચોરી ના કેસ માં અદાલતે આરોપી ને ત્રણ ગણી રકમ ના દંડ નો હુકમ કર્યો છે. અને જો દંડ ની રકમ ના ભરે તો જેલ સજા નો પણ આદેશ કર્યો છે.

ગત તા. 04/11/2016 ના રોજ વીજ ચેકીંગ અધિકારી સી.વી.ભલાણી અને તેના સ્ટાફ ધ્વારા સાત રસ્તા સબ ડીવીઝન હેઠળ આવતાં રાવલવાસમાં રહેતા કિશોરભાઈ વિરજીભાઈ રાઠોડ ની હાજરી માં વીજ કનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં હોવા નું જણાયું હતું. આથી વીજ ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગ શીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યા હતા . આ પછી નાયબ ઇજનેર હરદાસ હમીરભાઈ વૈરૂૂ દ્વારા આરોપી કિશોરભાઈ વિરજીભાઈ રાઠોડ વિરૂૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂૂા. 55,904 ની વિજચોરી અંગે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

આ કેસ સ્પે. કોર્ટ માં ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ-6 સાક્ષી અને 14 – દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર એ દલીલ કરેલ કે આરોપી ની હાજરી માં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે. અને હાલ ગુજરાતમાં પાવરચોરી ના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ. સરકારી વકીલ ની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી.પી. અગ્રવાલ ધ્વારા આરોપી કિશોરભાઈ વિરજીભાઈ રાઠોડ ને રૂૂા. 1,67,712 એટલે કે પાવરચોરી ની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે અને જો આરોપી ધ્વારા 30 દિવસ માં દંડ ની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષ ની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *