400 ગુનેગારોને SPની ચેતવણી; સખણા રહેજો, નહીં તો જાહેરમાં સરઘસ નીકળશે

બે થી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ પરેડ, માદક પદાર્થોની બાતમની આપનારનું નામ ગુપ્ત રખાશે ગુનેગાર જન્મથી જ ગુનેગાર હોતો નથી પરંતુ ગુનેગાર ગુનો કરે…

બે થી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ પરેડ, માદક પદાર્થોની બાતમની આપનારનું નામ ગુપ્ત રખાશે

ગુનેગાર જન્મથી જ ગુનેગાર હોતો નથી પરંતુ ગુનેગાર ગુનો કરે ત્યારે ગુનેગાર બનતો હોય છે .આવા ગુનેગારોને સુધારવા માટે સરકાર ના આદેશ મુજબ રાજકોટ જિલ્લા પોલીસ વડાએ ગુનેગારોને સુધારવા માટેનો એક અનોખો અભિગમ અપનાવ્યો છે.આ સાથે જ જિલ્લાભરના ગુનેગારોને સુધરી જવા માટે કડક ચેતવણી આપી છે. દરેક પોલીસ અધિકારીઓને પણ કડક કાર્યવાહી કરવાના આદેશો આપતા ચકચાર મચી જવા પામી છે.

ગોંડલના એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જિલ્લા કુલ 23 જેટલા પોલીસ સ્ટેશનોમાં દારૂૂ, જુગાર, ચોરી, લૂંટ, મારામારી, પાસા સહિતના ગુનામાં બે કે વધુ ગુનામાં સંડોવાયેલ ગુનેગારો પૈકીના 800 માંથી 400 જેટલા ગુનેગારોને પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે એક મિટિંગનુ આયોજન કરીને સંબોધન કર્યુ હતુ. આ સાથે જ દારૂૂ, જુગાર, ચોરી, લૂંટફાટ, મારામારી જેવા ગુનાઓ છોડી દેવા માટેના આદેશો આપ્યા હતા.

દારૂૂ,જુગાર, ચોરી, લૂંટફાટ, મારામારી જેવા શરીર સબંધી ગુનાઓ મારામારી, સમાજ, પરિવાર અને માનવ તરીકે શરમજનક હોવાનું જણાવ્યુ હતુ. તેમ જ પ્રત્યેક ગુનેગારોને કાયદાકીય, કોર્ટ,કચેરી જેવી કાર્યવાહીમાં રૂૂપિયા 20 હજારમાં પડતી હોય છે.જ્યારે ઘણા કેસો કોર્ટમા ચાલી જતા આરોપીને સજા થાય ત્યારે ગુનેગારની હાલત ખરાબ થતી હોવાનુ જણાવ્યુ હતું.

ગુનેગારોને સંબોધન કરતા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યુ હતુ કે. જિલ્લાભરમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટતો જોવા મળી રહ્યો છે.ત્યારે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓને પણ કડક પગલા ભરવાની સૂચના આપી હતી જે ગુનેગારો ગુન્હાખોરી છોડી દેશે તેમને પોલીસ દ્વારા ડીસ્ટબ પણ નહી કરવામાં આવે અને જે ગુનેગારો ગુનાખોરી છોડ્યા વિના વધુ ગુનો કરશે તો તેમની મિલ્કતો સહિતની તપાસ કરીને તેમુ જાહેરમાં સરઘસ કાઢવાનુ પણ જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યુ હતુ.

તો બીજી તરફ ગાંજો,ચરસ,અફીણ,ડ્રગ્સ જેવા એનડીપીએસના ગુનામાં લોકોને બાતમી આપવાની અપીલ પણ કરી હતી.બાતમી આપનાર વ્યકિતનુ નામ ગુપ્ત રાખીને ઈનામ આપવાનું પણ વધુમાં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું.જ્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલ ગુનાઓની સંખ્યામાં 70 ટકા જેટલા ગુનાઓમાં ખેડૂતો હોવાની વિગતો જણાવી હતી.

જિલ્લામાં 800 શેરીગરબા અને 11 અર્વાચિન રાસોત્સવમાં પોલીસનો કડક બંદોબસ્ત
નવારાત્રીના પર્વને લઈને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યુ હતુ કે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 800 જેટલા શેરી ગરબા અને 11 જેટલા પ્રાઈવેટ ગરબા યોજાઈ રહ્યા છે.તેમાં પણ પોલીસની સી ટીમ સાથે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવાનુ વધુમા જણાવ્યુ હતુ. રાજકોટ જિલ્લા પોલીસ વડાએ નવરાત્રી દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ગ્રામ્ય વિસ્તારોમા સઘન પેટ્રોલીંગ કરવા અધીકારીઓને સુચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *