મોરબીના વાવડી રોડ પર રહેતા યુવાનની 4.50 લાખની કિમતની સ્વીફ્ટ કારની ચાવી તેનો પરીચિત્ર મિત્ર ઘરેથી લઇ જઈને કાર હંકારી નાસી ગયો હતો સીટી એ ડીવીઝન પોલીસે કાર ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીના વાવડી રોડ રાધા પાર્કમાં શ્યામ એપાર્ટમેન્ટના રહેવાસી કરણ અનિલભાઈ બારડ (ઉ.વ.26) નામના યુવાને આરોપી કબીર માલાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી કરણ કપડાનો ગામડે ગામડે ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તા. 28-08 ના રોજ સવારના કપડાના વેપાર માટે ગયો હતો અને પત્ની કાજલ તેની નોકરી પર ગઈ હતી માતા જયશ્રીબેન ઘરે એકલતા હતા એક લાંબા વાલ વાળો તમારી પાર્ક કરેલ સ્વીફ્ટ કાર વાવડી ચોકડી બાજુ લઇ ગયો છે જેથી ઘરે આવી માતાને પૂછતાં તારો મિત્ર કબીર આવ્યો હતો અને ફ્રીજ પર રાખેલ કારની ચાવી લઈને નીચે ઉતરી સ્વીફ્ટ કાર જીજે 27 ઈડી 0004 લઈને જતો રહ્યો છે.
કબીર માલાણી જેના પુરા નામ સરનામાંની ખબર નથી કબીરની ઓળખાણ મિત્ર ચિરાગ જાદવ વાળાએ કરાવી હતી અને કબીર મિત્ર હતો કબીર ચિરાગનો સાળો હોય જેથી અવારનવાર મળતા હતા એક વર્ષથી ચિરાગ અને કબીર વચ્ક્ષ્ચે જૂની અગાઉની પૈસાની બાબતમાં અવારનવાર ઝઘડા થતા હતા જેનો ખાર રાખી કબીર માલાણી ઘરે આવી સ્વીફ્ટ કારની ચાવી લઈને નીચે પાર્કિંગમાંથી કાર લઈને જતો રહ્યો હતો જેની મોરબી શહેરમાં શોધખોળ કરી હતી પરંતુ મળી આવ્યો ના હતો આમ કબીર માલાણી નામનો ઇસમ ઘરેથી કારની ચાવી લઈને 4.50 લાખની કિમતની સ્વીફ્ટ કાર જીજે 27 ઈડી 0004 લઈને નાસી ગયો છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
