જામનગર રનવે પર દ.કોરિયાના ‘બ્લેક ઈગલ્સ’ અને E-130 આધુનિક ફાઈટર વિમાનોનું લેન્ડિંગ

ગુજરાતનું જામનગર એરફોર્સ સ્ટેશન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સૈન્ય ગતિવિધિનું કેન્દ્ર બન્યું છે. દક્ષિણ કોરિયાની વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાનો અને ટ્રાન્સપોર્ટ વિમાનોએ જામનગરના રનવે પર ઉતરાણ…

ગુજરાતનું જામનગર એરફોર્સ સ્ટેશન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સૈન્ય ગતિવિધિનું કેન્દ્ર બન્યું છે. દક્ષિણ કોરિયાની વાયુસેનાના અત્યાધુનિક લડાયક વિમાનો અને ટ્રાન્સપોર્ટ વિમાનોએ જામનગરના રનવે પર ઉતરાણ કર્યું હતું. સાઉદી અરેબિયા જઈ રહેલી આ ખાસ ટુકડીને ભારતીય વાયુસેના દ્વારા તમામ ટેકનિકલ સુવિધાઓ અને પ્રોટોકોલ પૂરો પાડવામાં આવ્યો હતો.

દક્ષિણ કોરિયાની પ્રખ્યાત ’બ્લેક ઇગલ્સ’ એરોબેટિક ટીમના નવ જેટલા T-50B લડાયક વિમાનો અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટ્રાન્ઝિટ લેન્ડિંગ કર્યું હતું. આ વિમાનો જ્યારે જામનગરના આકાશમાં ગુંજ્યા ત્યારે તે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા આ ટુકડીને ઉતરાણ અને ટેકનિકલ સપોર્ટ માટે વિશેષ પરવાનગી આપવામાં આવી હતી. આ કોરિયન ટુકડી કોઈ અભ્યાસ માટે નહીં, પરંતુ સાઉદી અરેબિયામાં યોજાનારા પ્રતિષ્ઠિત ’વર્લ્ડ ડિફેન્સ શો 2026’ માં ભાગ લેવા માટે જઈ રહી હતી. 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન આ ટુકડીએ જામનગરમાં ટૂંકું રોકાણ કર્યું હતું. લાંબા અંતરની મુસાફરી દરમિયાન જામનગર એક મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક ’સ્ટોપ-ઓવર’ પોઈન્ટ સાબિત થયું છે, જે ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ક્ષમતા દર્શાવે છે.

વિદેશી વાયુસેનાના જવાનો અને અધિકારીઓ માટે જામનગર એરપોર્ટ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ, તમામ સભ્યો માટે કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની સુવિધાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી હતી, જેથી તેમની સફર નિર્વિઘ્ન રહે. ટેકનિકલ તપાસ અને ઈંધણ ભરાવ્યા બાદ આ ટુકડી પોતાના આગામી મુકામ સાઉદી અરેબિયા તરફ રવાના થઈ હતી. પરંતુ તે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના ગાઢ સંરક્ષણ સંબંધોની પણ પ્રતીતિ કરાવે છે. આ અગાઉ પણ અનેક દેશોના વિમાનો જામનગર એરબેઝનો ઉપયોગ કરતા આવ્યા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે જામનગર એરફોર્સ સ્ટેશન ભૌગોલિક રીતે એશિયા અને મધ્ય-પૂર્વના દેશો વચ્ચે કડી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *