શહેરની આભ આંબતી ઈમારતોને બચાવવા 164 ફૂટ સુધીની ફાયર ફાઈટર સીડી ખરીદાશે

રાજકોટ શહેરમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગોના વ્યાપને ધ્યાનમાં રાખીને, રાજકોટ મહાનગરપાલિકાએ આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો…

રાજકોટ શહેરમાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડીંગોના વ્યાપને ધ્યાનમાં રાખીને, રાજકોટ મહાનગરપાલિકાએ આગામી નાણાકીય વર્ષ 2025-26 ના બજેટમાં ફાયર બ્રિગેડની ક્ષમતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ફાયર ફાઈટિંગ અને રેસ્ક્યુ કામગીરી માટે અત્યાધુનિક ટર્નટેબલ લેડર વસાવવામાં આવશે, જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જિંદગી બચાવવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે.આ સીડીની મદદથી અગ્નિશામક દળના જવાનો ઊંચી ઇમારતોની છત અથવા ઉપરના માળ સુધી સરળતાથી પહોંચી શકશે. આનાથી ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢી શકાશે અને આગ ઓલવવાની કામગીરી વધુ કાર્યક્ષમ બનશે.

TTL ની ખાસિયત તેની સાથે જોડાયેલ રેસ્ક્યુ બાસ્કેટ છે. આ બાસ્કેટ દ્વારા લોકો અને જરૂૂરી સાધનોને અત્યંત સુરક્ષિત રીતે નીચે લાવી શકાય છે અથવા ઉપર લઈ જઈ શકાય છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં અસમાંતર કે ઉબડ-ખાબડ જમીન પર પણ આ લેડર સુરક્ષિત અને સ્થિર રહી શકે છે. આ ફીચરને કારણે કામગીરી દરમિયાન કોઈ પણ અકસ્માતનો ડર રહેશે નહીં. અંધારામાં પણ બચાવ કાર્ય અટકે નહીં તે માટે આ સીડી શક્તિશાળી ’એન્ટિ-ગ્લેર LED લાઈટિંગ’ થી સજ્જ છે. આથી રાત્રિના સમયે પણ ચોકસાઈપૂર્વક ઓપરેશન કરી શકાશે. જવાનોની સુરક્ષા માટે પ્લેટફોર્મ પર ખાસ મજબૂત કોટિંગ કરવામાં આવ્યું છે, જે લપસી જવાની શક્યતાઓને નહિવત કરી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *