બિન હથિયારી PSI ભરતીનું આખરી પરિણામ જાહેર: 472 ઉમેદવારોની થઇ પસંદગી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઈનલ પરિણામ જાહેર કરાયું છે બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1…

 

 

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની ભરતી પ્રક્રિયાનું ફાઈનલ પરિણામ જાહેર કરાયું છે બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત કુલ 472 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.. આ ભરતીમાં 472 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જયારે 95 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે.

બિન હથિયારી PSIની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં 4 લાખ 60 હજારથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025 દરમિયાન શારીરિક કસોટી યોજવામાં આવી હતી. જેમાં લગભગ 1 લાખ જેટલા ઉમેદવારો પાસ થયાં હતાં. ત્યારબાદ ગત 13 એપ્રિલે કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી ક્વોલિફાઈડ થયેલા 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવ્યા હતા. નિયમોને આધીન કુલ 1025 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી, 2025 દરમિયાન બોલાવવામાં આવ્યા હતા. જે બાદ 23 ફેબ્રુઆરી પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષામાં પાસ-નાપાસ ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કર્યું હતું. વાંધા-સૂચનોની સમીક્ષા બાદ હવે ભરતી બોર્ડે અંતિમ પસંદગી યાદી જાહેર કરી છે, તેમાં કુલ 472 ઉમેદવારોનું ફાઈનલ સિલેકશન થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *