સૌરવ ગાંગુલીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી મળી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળની શાન સૌરવ ગાંગુલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જેની દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોલીસ પાસે ફરિયાદ…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પશ્ચિમ બંગાળની શાન સૌરવ ગાંગુલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. જેની દિગ્ગજ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમને મળેલી જાનથી મારી નાંખવાની ધમકી વિશે જણાવ્યું હતુ. સોમવાર 10 ઓગસ્ટના કોલકત્તામાં સૌરવ ગાંગુલીની ઓફિસમાં ચીઠ્ઠીઓ આવી હતી. જેમાં તેમણે તેની પત્ની ડોનાની હત્યાની ધમકી આપવામાં આવી હતી.

કોલકાતા પોલીસે સોમવારના રોજ આ વાતની પુષ્ટિ કરી અને કહ્યું કે, આ ગંભીર મામલાની તપાસ શરુ કરવામાં આવી છે. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી કે, વર્તમાનમાં સાઉથ કોલકાતાના ઠાકુરપુકુર પોલીસ સ્ટેશનમાં સૌરવ ગાંગુલી દ્વારા એક લેખિત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આ ઘટના વિશે કહ્યું હતુ. છેલ્લા કેટલાક મહિનાથી આ મામલો ચાલી રહ્યો હતો. પરંતુ સોમવારે આવેલા નવા લેટર પછી સૌરવ ગાંગુલીએ પોલીસની મદદ લીધી હતી.

બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના નામ પર છેલ્લા 6 મહિનામાં એવી ધમકીઓ ભરી ચીઠ્ઠી આવી રહી હતી. જેની શરુઆતમાં વધારે ગંભીરતા લેવામાં આવી નહી.સોમવારે, ગાંગુલીને તેમની ઓફિસમાંથી બે પત્રો પણ મળ્યા. જેમાં સૌરવ અને તેમની પત્ની ડોનાને જાનથી મારી નાખવાની ધમકીઓ અને ગાંગુલી પરિવારના નજીકના લોકોને નુકસાન પહોંચાડવાની ધમકીઓનો સમાવેશ થાય છે.

ગાંગુલીને આવી ધમકીઓ મળવાની આ કોઈ નવી વાત નથી. તેના ક્રિકેટ કરિયરના દિવસમાં બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષને આવી ધમકીઓ મળતી રહી છે. 2000 શરુઆતના વર્ષોમાં જ્યારે તે ટીમનો કેપ્ટન હતો. તે સમયે ગાંગુલીને ધમકીઓ મળી હતી. ત્યારે અંડરવર્લ્ડ અને આતંકી સંગઠનોએ ગાંગુલી અને સચિન તેડુલકરને નિશાને બનાવ્યા હતા. જેને લઈ લાંબા સમય સુધી સરકાર દ્વારા ઝેડ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *