કોચીમાં રચાઇ 2000 સ્કવેર ફૂટમાં 2100 સાડીની રંગોળી

કેરલમમાં ઓણમની ઊજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. એના જ ભાગ રૂૂપે મહારાણી વેડિંગ કલેક્શન નામની સાડીની એક કંપનીએ સાડીથી રંગોળી બનાવી છે. કોચીના ફોરમ મોલમાં…

કેરલમમાં ઓણમની ઊજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. એના જ ભાગ રૂૂપે મહારાણી વેડિંગ કલેક્શન નામની સાડીની એક કંપનીએ સાડીથી રંગોળી બનાવી છે. કોચીના ફોરમ મોલમાં આ રંગોળી બનાવવામાં આવી છે. મહારાણીની ટીમના કલાકારોએ સિલ્ક અને કાંચીપુરમ સિલ્કની લગભગ 5000 શેડ્સ ધરાવતી સાડીઓમાંથી એક મહિલાનું ચિત્રણ કરતી રંગોળી બનાવી છે.

આ માટે કેટલીક સાડીઓને ફોલ્ડ કરીને તો કેટલીકને ચોક્કસ શેપમાં વાળીને ગોઠવવામાં આવી છે. દરેક સાડી છ વારી છે. કાંચીપુરમ સિલ્ક એ કેરલમની ટ્રેડિશનલ અને હાથેથી વણેલી પરંપરાનો હિસ્સો છે. મહારાણી કંપનીએ મહિલાઓને ખાસ ફીલ કરાવવા માટે સાડીઓની ગોઠવણીમાંથી એક વાઇબ્રન્ટ મહિલાનું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. દ વિન્ચી સુરેશ નામના કલાકારે આ આર્ટનું વિઝન અને એક્ઝિક્યુશન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *