જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન રાજકોટ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં સોની જતીનભાઈ આડેસરા નામના યુવાનની ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે હત્યા કરવામાં આવી તે દુખદ અને ચિંતાજનક છે આવી ખુલ્લેઆમ થયેલ ઘટનાથી નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ મજબુત હોય આ કેસમાં ઝડપી, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ કરી છે આ ઘટના એક પરિવાર માટે નહિ પરંતુ જાહેર રસ્તો વાપરનાર તમામની સલામતી માટે ચિંતા ઉપજાવનાર હોવાથી દાખલો બેસે તેવી કડક કાર્યવાહી કરવા માંગ કરી છે અને જતીનભાઈના પરિવાર તેમજ સુવર્ણકાર સમાજને ન્યાય અપાવવા માંગ કરી છે. મોરબીમાં સોની વેપારીની હત્યાના વિરોધમાં આજે રાજકોટ સોની બજાર ખાતે સોની વેપારીઓએ રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
મોરબીમાં વેપારીની હત્યા મામલે સોની વેપારીઓનો વિરોધ
જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશન રાજકોટ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી શહેરમાં સોની જતીનભાઈ આડેસરા નામના યુવાનની ઓવરટેક કરવા જેવી…
