અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં ડી.જે.ધીમે વગાડવાનું કહી ટોળાની તોડફોડ-પથ્થરમારો

અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે(20 ફેબ્રુઆરી) રાત્રે લગ્નપ્રસંગમાં ગીતો વાગતાં આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ…

અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે(20 ફેબ્રુઆરી) રાત્રે લગ્નપ્રસંગમાં ગીતો વાગતાં આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામસામે મારામારી થઈ હતી. મામલો ઉગ્ર બનતાં પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષે સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી. તો બીજી તરફ આજે પોલીસ સ્ટેશનમાં પરિવારના સભ્યો અને VHPના કાર્યકરો ધરણાં પર બેઠા છે. મહિલાઓએ હાથમાં પોલીસ હાય હાયના બેનર સાથે વિરોધ કર્યો હતો.

સરસપુરમાં આવેલા વંદે માતરમ્ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ યુવતીના લગ્ન હતા, જેમાં ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હતું. ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું હતું. જે બાબતે બંને જૂથના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલાં વાહનોમાં તોડફોડ કરી હતી.

મામલો વધુ ઉગ્ર બનતાં કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન જાણ થતાં શહેરકોટડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *