શહેર પોલીસ હેડ કવાર્ટરમાં કોન્સટેબલના મકાનમાંથી પુત્રના મિત્રએજ રૂા.3લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ મિત્રને હોટલના જમાવાના પાસ આપી જમવા મોકલીયા બાદ ઘરમાંથી રૂા.2લાખની રોકડ અને સોના ધરેણાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપી મિત્રની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા અને શહેર પોલીસમાં કોન્સટેબલ પોલીસ તરીકે ફરજ બજાવતા શકિતસિહં ચુડાસમાંના પુત્ર અભિજીતસિંહ ચુડાસમાંએ પ્રનગર પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા ગામે રહેતા તેના મિત્ર રાજ મનીષભાઇ મેદપરાનુ નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.19-1ના સાંજે રાજ મેદપરાએ તેને હેડકવાર્ટર ગાઉન્ડ પાસે આવી ભાભા હોટલના જમવાના બે પાસ આપ્યા હતા. જેથી ફરિયાદી તેના માતા સાથે ભાભા હોટલમાં જમવા ગયા હતા. ત્યારબાદ મિત્ર રાજ મેદપરાએ તેને ફોન કરી જમવા નીકળી ગયા છો તેની ખાતરી પણ કરી હતી અને બાદમાં વધુ બે વદત પણ ફોન આવ્યા હતા. ફરિયાદી અને તેના માતા જમીને આવ્યા બાદ સુઇ ગયા હતા.
બે દિવસબાદ તા.21ના લગ્નમાં જવાનુ હોવાથી કબાટમાં રાખેલા દાગીના કાઢવા જતા કબાટમાં દાગીના કે રોકટના હોય જેથી સોનાનો હાર, મંગળસુત્ર, છ વીંટી અને રોકડ રૂા.2લાખ મળી કુલ રૂા.2,99,000 હજારની ચોરી થયાનુ જાણવ્યા મળ્યુ હતુ. જેથી તેણે મીત્ર રાજ મેદપરા ઉપર શંકા જતા તેને ફોન કર્યા હોત પરંતુ તેનો ફોન બંધ આવતો હોય તેના ઘરે તપાસ કરવા જતા બનાવના દિવસથી તે ઘરેથી નીકળી ગયા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી આરોપી મિત્રએજ ચોરી કયાની પુરી શંકા હોય આ અંગે પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાજ મેદપરા વિરૂદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.