શહેરના અમીન માર્ગ પર આવેલા પટેલ જીમમા એકસરસાઇઝ (કસરત) કરી રહેલા યુવાન સાથે ચેસ્ટના મશીન પર કસરત કરવા બાબતે બે યુવાન વચ્ચે માથાકુટ થઇ હતી અને યુવાનને ઢીકા પાટુનો માર મારતા ઘવાયો હતો આ મામલે પોલીસમા બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધવામા આવી છે.
વધુ વિગતો મુજબ રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ધર્મીન અમીતભાઇ માનસેતા (લોહાણા) (ઉ.વ. ર4) એ પોતાની ફરીયાદમા સુલતાન જુણેજા અને મોહીલ મોટાણીનુ નામ આપતા બંને વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. આ મામલે હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ચાવડા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.
ધર્મીનભાઇએ ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ કુવાડવા રોડ પર આશાપુરા ઓટો નામથી ઓટો પાર્ટસની દુકાન ધરાવી વેપાર કરે છે અને ગઇકાલે સાંજના સમયે તેઓ અમીન માર્ગ પર આવેલા પટેલ જીમમા હતા ત્યારે એક વ્યકિત બાજુમા વર્ક આઉટ કરી રહયો હતો જેથી આ વ્યકિતએ ધર્મીનભાઇને મારે ચેસ્ટની કસરત કરવાની છે. જેથી ધર્મીનભાઇએ કહેલ કે તુ થોડીવાર પછી કરજે. જેથી આ શખ્સે ધર્મીનભાઇના હાથમાથી ચેસ્ટનો સેટ લઇ લીધો હતો. જેથી બંને વચ્ચે માથાકુટ થઇ હતી અને આરોપીએ કહયુ કે તને કોઇની હવા છે અને થોડીવાર બાદ ગાળાગાળી કરવા લાગ્યો હતો અને થોડીવારમા જ આરોપીનો મીત્ર ત્યા આવી પહોંચ્યો હતો અને બંનેએ ફડાકા તેમજ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ માથાકુટ થતા જીમમા રહેલા અન્ય લોકો વચ્ચે પડતા આરોપીઓ ત્યાથી જતા રહયા હતા. ત્યારબાદ આરોપીઓ જતા જતા તુ નીચે આવ આજે તો તને જાનથી મારી નાખવો છે તેમ કહી ધમકી આપી હતી બાદમા ધર્મીનભાઇના પિતા ત્યા આવી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
આ બંને આરોપીના નામ સુલતાન જુણેજા અને મોહીન મોટાણી હોવાનુ અને આ બંને શખ્સો બજરંગવાડીમા રહેતા હોવાનુ માલવીયાનગર પોલીસમાથી જાણવા મળ્યુ હતુ.
—–
