ખાંભાના સોની સામે ફરિયાદ
જાફરાબાદના ફાચરીયાના ખેડૂતો સાથે ખાંભાના સોનીએ 39.43 લાખની છેતરપીંડી આચરતા ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
જાફરાબાદના ફાચરીયામાં રહેતા જાદવભાઇ લીંબાભાઇ ગોંડલીયા (ઉ.વ.58)ને આરોપી ખાંભાના પુર્ણીમાશેરીમાં રહેતા હિરેન ઉર્ફે ચકુ ત્રિભોવનભાઇ સલ્લા (સોની) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને હિને ઉર્ફે ચકુએ વિશ્વાસમાં લઇ એક જોડ સોનાની બંગડી, એક જોડી સોનાના પાટલા અને પાંચ સોનાની વીટી લઈ લીધા હતા. આ ઉપરાંત રૂૂપિયા 12,74,750 નવા દાગીના બનાવી આપવા માટે રોકડ રકમ લીધી હતી. ત્યારબાદ હિરેન ઉર્ફે ચકુ સલ્લાએ જાદવભાઈ ગોંડલીયાને સોનાના દાગીના કે રોકડ રકમ પરત આપી ન હતી. અહીં સોના દાગીના અને રોકડ રકમ પડાવી કુલ રૂૂપિયા 39,43,150ની છેતરપીંડી આચરી હતી. આ અંગે ખાંભા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પીએસઆઈ જી.એમ.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
