ચારેય બહેનો ગઈકાલે લગ્નની ખરીદી કરવા ઘરેથી નીકળી હતી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી એક જ પરિવારની ચાર સગી બહેનો એક સાથે ગુમ થઈ છે. આ ઘટના ગઈકાલે બની હતી, જ્યારે તેઓ લગ્નની ખરીદી કરવાના બહાને ઘરેથી નીકળી હતી. ગુમ થયેલી બહેનોમાં મોટી બે બહેનોની ઉંમર અનુક્રમે 21 વર્ષ, 20 વર્ષ છે, અન્ય બે તેની નાની બહેનો છે.
પરિવારના જણાવ્યા અનુસાર, ચારેય બહેનો ગઈકાલે લગ્નની ખરીદી કરવા માટે ઘરેથી નીકળી હતી. જોકે, સાંજ સુધીમાં તેઓ ઘરે પરત ન ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂૂ કરી હતી. આજે સાંજે પરિવારે ગઢડા પોલીસને આ અંગે જાણ કરી હતી. ગઢડા પોલીસે આ મામલે જાણવા જોગ દાખલ કરીને ગુમ થયેલી બહેનોની શોધખોળ હાથ ધરી છે.
