શહેરમાં સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવકને માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા દીપક દિનેશભાઇ ડાભી (ઉ.વ.23) પોતાના ઘરે હતો. ત્યારે માતા રેખાબેને કામ બાબતે ઠપકો આપતા પુત્ર દીપકડાભીએ ફિનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં પોપટપરા વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં રહેતી નિલમબેન ટીંકુભાઇ યાદવ નામની 32 વર્ષની પરિણીતાને નજીવા પ્રશ્ર્ને પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. પરપ્રાંતિય પરિણીતાની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
