જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડીપી રોડ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે માર્ગ પર તમામ પ્રકારના દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂૂપે શનિવારે સવારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર નવો 45 મીટર પહોળો ડીપી રોડ બનાવવા માટે દબાણ હટાવવા માટે જામનગર મહાનગરપાલિકાની 15 જેટલા સભ્યોની ટુકડી ટ્રેક્ટર વગેરે લઈને હાપા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં પહોંચી હતી. જ્યાં ખડકી દેવાયેલા અલગ અલગ પંદર જેટલા ઝુપડાઓ, કે જેને દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી, અને સમગ્ર માર્ગને ખુલ્લો કરાવી દેવાયો છે.
જે સ્થળે કેટલુંક દબાણ કે જેનું કોઈ ધણી ધોરી ન હોવાથી તે સામાન જપ્ત કરી લેવાયો હતો, અને સમગ્ર માર્ગને ખુલ્લો કરી દેવાયો છે. નજીકના ભવિષ્યમાં જ આ વિસ્તારમાં ડીપી રોડની કામગીરી હાથ ધરી લેવાશે.
