ધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાત

ધારી તાલુકાના નાના સમઢીયાળામા રહેતા એક યુવકને તેના પિતાએ માવો ખાવાની ના પાડતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ…


ધારી તાલુકાના નાના સમઢીયાળામા રહેતા એક યુવકને તેના પિતાએ માવો ખાવાની ના પાડતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ.યુવકના આપઘાતની આ ઘટના ધારી તાલુકાના નાના સમઢીયાળામા બની હતી. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર, અહી રહેતા જેનીશ દિનેશભાઇ ધામેલીયા (ઉ.વ.17) નામનો યુવક માવો ખાતો હોય તેના પિતાએ માવો ખાવાની ના પાડી ઠપકો આપ્યો હતો. જેને પગલે જેનીશે ઝેરી દવાનો પાઉડર પી લીધો હતો.યુવકને સારવાર માટે દવાખાને ખસેડવામા આવ્યો હતો. જયાં તેનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. બનાવ અંગે મહેશભાઇ વલ્લભભાઇ ધામેલીયાએ ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ એએસઆઇ એચ.ડી.ઝણકાટ ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *