એક અઠવાડિયામાં 269 કેસ નોંધી 1.78 લાખ દંડ વસૂલ્યો
ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટ અને કાળા કાચ તથા રોંગ સાઇડમાં ચલાવતા વાહન ચાલકો સામે અસરકારક કામગીરી હાથ ધરી 269 જેટલા કેસો કરી રૂૂા.1,78,300 નો દંડ વસુલ કરેલ છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા રાત્રીના સમયે વાહનો માં અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઈટ ના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાય જવાથી માર્ગ અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તેમજ વાહનોમાં કાળા કાચનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ મા થતો હોય જે ડામવા તા.16 થી તા.22 માર્ચ સુધી અઠવાડીક ટ્રાફીક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જેમા પો.સબ.ઇન્સ. વી.એન.મોરવાડીયા, જિલ્લા ટ્રાફિક શાખા ની ટીમ તથા એઆરટીઓ ગીર સોમનાથ ના અધિકારીને સાથે રાખી ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ હાઇવે પર જુદી-જુદી જગ્યાએ ટ્રાફિક ની અસરકારક કામગીરી કરવામાં આવેલ જેમાં (1) અનધિકૃત એલ.ઇ.ડી. લાઇટના 56 કેસો કરી રૂૂા.56 હજારનો દંડ, (2) કાળા કાચ ના 23 કેસો કરી રૂૂા.11500 દંડ, (3) રોંગ સાઇડના 6 કેસો કરી રૂૂા.10500 દંડ (4) મોટર વ્હીકલ એકટ કલમ 207 મુજબ 8 વાહનો ડીટેઇન કરી રૂૂા.19600 દંડ, (5) ઈ-ચલણ હેઠળ 74 કેસોના રૂૂા.14600 દંડ (6) ટઘઈ ના 13 કેસોમાં 6500 દંડ તેમજ અન્ય કામગીરીમાં 136 કેસો કરી 59600 મળી કુલ રૂૂા.1,78,300 નો દંડ વસુલ કરેલ હોવાનું યાદીમાં જણાવેલ છે.
