કાલાવડ તાલુકામાં પેટ્રોલ-ડીઝલના પંપ પર લાગી લાંબી કતારો

દૈનિક કામકાજ માટે ઈંધણ પર આધારિત લોકો માટે પરિસ્થિતિ ચિંતાજનક કાલાવડ તાલુકાના વિવિધ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી…

દૈનિક કામકાજ માટે ઈંધણ પર આધારિત લોકો માટે પરિસ્થિતિ ચિંતાજનક

કાલાવડ તાલુકાના વિવિધ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ખેતી તથા દૈનિક કામકાજ માટે ઇંધણ પર આધારિત લોકો માટે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે.
મળતી માહિતી મુજબ સપ્લાય બંધ થતાં અચાનક વધેલી માંગને કારણે અનેક પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓછો પડી રહ્યો છે.

જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો મોટા પ્રમાણમાં પંપ પર ઉમટી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો લોકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, તો ક્યાંક ઇંધણ ખૂટી જતાં વાહનચાલકો નિરાશ થઈ પરત ફર્યા હતા.
ખેડૂતો માટે હાલનો સમય અત્યંત મહત્વનો હોવાથી ખેતી કામમાં ટ્રેક્ટર અને અન્ય યાંત્રિક સાધનો માટે ડીઝલની જરૂૂરિયાત વધુ રહે છે.

સ્થાનિક લોકો દ્વારા પ્રશાસનને તાત્કાલિક ધ્યાન આપીને ઇંધણની નિયમિત અને પૂરતી સપ્લાય સુનિશ્ચિત કરવા માંગ કરવામાં આવી છે. જો આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને ઝડપી પગલાં લેવામાં આવે તે સમયની માંગ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *