કમોસમી વરસાદથી ઇંટ ઉત્પાદકોને કરોડોનો ફટકો

કાચી ઇંટો ઓગળીને માટી થઇ ગઇ, 8000 ભઠ્ઠાઓને આર્થિક ફટકો સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર વાવાઝોડા ના કુંકાયેલા પવનને લઇને સૌરાષ્ટ્રના 8…

કાચી ઇંટો ઓગળીને માટી થઇ ગઇ, 8000 ભઠ્ઠાઓને આર્થિક ફટકો

સૌરાષ્ટ્રમાં અલગ અલગ જીલ્લાઓમાં કમોસમી વરસાદ અને જોરદાર વાવાઝોડા ના કુંકાયેલા પવનને લઇને સૌરાષ્ટ્રના 8 હજાર જેટલા ઇંટ ઉત્પાદકો ની કાચી ઇંટુ પલળીને નષ્ટ થતા કરોડોનું નુકશાન થયુ છે.સીઝનલ ઇંટ ઉત્પાદન નું કામકાજ કરતા પરિવારોએ તેમને તૈયાર કરેલ ઇંટો પલળી જતા હજારો પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે. અને મોટો આર્થિક ફટકો ઇંટ ઉત્પાદકોને પડેલ છે.

છેલ્લા લાંબા સમયથી બાંધકામ ઉદ્યોગ માં ચાલી રહેલી મંદીને લઇને ઇંટ ઉદ્યોગકારો બજારમાં નીચા ભાવ નો માર સહન કરતા હતા ત્યાં આ માવઠાના વરસાદથી ઉત્પાદન ફેલ થતા ઇંટ ઉત્પાદકોની માઠી દશા બેઠી છે. આમ, કમોસમી વરસાદ ને લઇને ઇંટ ઉત્પાદકો ને વિંછી કરડયો હતો ને માથેથી એરૂૂ આભડયા જેવો ઘાટ થયો છે. તેમ સૌરાષ્ટ્ર ક્ચ્છ બ્રિકસ મેન્યુ. એસો. રાજકોટના પ્રવકતા અશોકભાઇ હળવદીયાએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *