સોમનાથ કર્મચારી સોસાયટી-સોમનાથ પાર્કિંગની બાજુમાં દિપડાના ધામા

સોમનાથ કર્મચારી સોસાયટી અને સોમનાથનુ વિશાળ પાર્કિંગની બાજુમાં બાવળીયા આવેલ છે તેમજ ધણા સમયથી કલા અને સાંસ્કૃતિક ભવન અધુરૂૂ બાધકામ છે તે બધામાં દિપડાનો વસવાટ…

સોમનાથ કર્મચારી સોસાયટી અને સોમનાથનુ વિશાળ પાર્કિંગની બાજુમાં બાવળીયા આવેલ છે તેમજ ધણા સમયથી કલા અને સાંસ્કૃતિક ભવન અધુરૂૂ બાધકામ છે તે બધામાં દિપડાનો વસવાટ થયેલ છે અને વારંવાર દિપડા દેખાવા ના બનાવો બને છે અને વન વિભાગ દ્વારા સોમનાથ ટ્રસ્ટને આ બાવળીયા કાપી અને મેદાન સાફ કરવાં રજૂઆત પણ કરવામાં આવેલ છે છતાં કોઈ ધ્યાન આપતું નથી અને વારંવાર દિપડા દેખાવાના બનાવો બને છે આ વિસ્તારમાં સોમનાથ કર્મચારી સોસાયટીની સાથે વિશાળ પાર્કિંગ પણ આવેલ છે જેથી યાત્રિકોની અને સ્થાનિક લોકોની અવરજવર ચાલુ જ હોય છે જેથી કોઈ અધટીત બનાવ બને તે પહેલાં યોગ્ય પગલા ભરવા જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *