સિવિલ હોસ્પિટલનાં કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓને ન્યાય અપાવવા માંગણી

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી લઢેર ગૌરવ ગોવિંદભાઈએ જણાવેલ છે કે, તેઓ પીડીયુ સિવિલ હોસ્પિટલ, રાજકોટમાં એમ.જે.સોલંકી સંસ્થામાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી તરીકે છેલ્લા…

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી લઢેર ગૌરવ ગોવિંદભાઈએ જણાવેલ છે કે, તેઓ પીડીયુ સિવિલ હોસ્પિટલ, રાજકોટમાં એમ.જે.સોલંકી સંસ્થામાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારી તરીકે છેલ્લા ઘણા વર્ષથી અમારી ફરજ બજાવી રહ્યાં છે.

સરકારના નિયમ મુજબ કોન્ટ્રાકટરે અમોને તા.1-12-2024નાં રોજથી 14-માસ સુધીનું પી.એફ., પી.એફ. પેન્શન તથા તેનું વ્યાજ મળેલ નથી તેમજ સને 2008 થી એમ.જે.સોલંકી સંસ્થાના કોન્ટ્રાકટ બેઈઝ પર નોકરી કરતાં છુટા કરેલ કર્મચારીઓને તથા ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામેલ કર્મચારીઓને ગ્રેચ્યુઈટી આપવામાં આવતી નથી.

નાઈટ શીફટ કામ કરતાં કર્મચારીઓ રાતે 8 કલાકેથી સવારે 8 કલાક સુધી નોકરીનું કામ લેવામાં આવે છે. આ દરમ્યાન વધારાનાં 4-00 કલાકનો ઓવર ટાઈમ આપવામાં આવતો નથી. જેથી આ ઓવરટાઈમની રકમ અમોને અપાવવા માંગણી કરી છે.

આ ઉપરાંત પી.એફ.કમિશ્નર કચેરી દ્વારા છેલ્લા 14 માસનું પીએફ કયા કારણોસર કર્મચારીના ખાતામાં જમા થયેલ નથી તેનું કોઈ કારણ આ કોન્ટ્રાકટ કંપનીને પુછવામાં આવેલ નથી અને તેના પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી તેમજ એમ.જે.સોલંકી સંસ્થામાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરતાં કર્મચારીઓને નોકરી દરમ્યાન આવવા જવા માટેની વ્યવસ્થા કરી આપવા તથા રાજકોટ સ્થાનિક ને જ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નોકરીમાં રાખવા માંગણી કરી છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા રાજકોટ કલેકટર તથા પી.એફ.કમિશનર આવેદન પત્ર આપવામાં આવેલ હોવા છતાં કોન્ટ્રાકટ કંપની પર કોઈ પગલાં લેવામાં આવેલ નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *